ઈન્ક્મટેક્સ દ્વારા માર્ચમાં પુરા થયેલા નાણાંકીય વર્ષમાં રૂા.10 લાખથી વધુના વ્યવહારોની માહિતી મંગાઇ

256

નવી દિલ્હી તા. 14 : ગત વર્ષે તમે રૂ.10 લાખ કે તેથી વધુની ખરીદી,ખર્ચ,રોકાણ કે અન્ય કોઇ પ્રકારે વ્યવહાર કર્યા હોય તો તેની માહીતી 31 મે સુધીમાં કેન્દ્ર સરકારને પહોંચી જાશે.આવકવેરા વિભાગે આજે આ પ્રકારના વ્યવહારો બેંકો કે શોપીંગ સેન્ટર, ક્રેડીટ કાર્ડ,રજીસ્ટર ઓફીસ,ટ્રાવેલ ડોકયુમેન્ટ,હોસ્પીટલ ખર્ચ કે પછી વિદેશ પ્રવાસ આ તમામના ડેટા જેમાં રૂ.10 લાખ કે વધુનો ખર્ચો થયો હોય તે 31 મે સુધીમાં પહોંચાડી દેવા તમામ નાણાંકીય સંસ્થાઓ સહિતની સંબંધીત સેન્ટરોને આદેશ આપ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.10 લાખથી વધુનું રોકાણ પણ તેમાં આવી જાય છે.આ ઉ5રાંત તમામ રજીસ્ટ્રી ઓફીસમાં કોઇપણ દસ્તાવેજ કે જે રૂ.30 લાખ કે વધુનો થયો હોય તેની માહીતી પણ પહોંચાડવા જણાવ્યુ છે.બેંકોને તેની ફીકસ ડીપોઝીટ કે અન્ય પ્રકારના રોકાણમાં જેઓનું રૂ.10 લાખનું રોકાણ છે તેની વિગત પણ મોકલવા જણાવાયુ છે.

Share Now