સ્મશાનમાં જગ્યા ન મળી તો સંબંધીઓ લાશને સ્મશાન બહાર મૂકીને જતા રહ્યા

270

લખનૌમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પછી લાશોને સળગાવવા માટે શ્મશાન ઘાટમાં જગ્યા માટે પરિવારના લોકોએ ઘણી રાહ જોવી પડવી રહી છે.આ દરમિયાન લખનૌમાં એક એવી ઘટના જોવા મળી છે,જેમાં પરિવારના મોત પામેલા સભ્યની બોડીને જગ્યા ન મળવા પર લાશને શ્મશાન ઘાટની બહાર મૂકીન જતા રહ્યા હતા. જેના પછી રાતે 12 વાગ્યે સફાઈ કર્મચારીઓ દ્વારા આ લાશનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.મળેલી જાણકારી પ્રમાણે,લખનૌના આલમબાગ ક્ષેત્રમાં સ્થિત નહર શવદાહ ગૃહ પર કોવિડ પોઝિટીવ બોડીને સળગાવવા માટે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.જ્યાં આશરે રોજની 60 લાશો સળગાવવામાં આવી રહી છે. લોકોને સ્મશાન ઘાટ પર લાશો સળગાવવા માટે ઘણી રાહ જોવી પડી રહી છે.તેવી હાલતમાં લોકો પોતાના પરિવારજનોની લાશને સ્મશાન ઘરની બહાર મૂકીને પાછા જઈ રહ્યા છે.

આલમબાગ સ્થિત નહર શવદાહ ગૃહમાં કામ કરનારા નિતિન પંડિત જે અહીં અંતિમ સંસ્કારનું કામ કરે છે તેમણે કહ્યું છે કે ગઈકાલે ગોરખપુરથી કેટલાંક લોકો કોરોના સંક્રમિત બોડીનો અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હતા.તે સમયે ત્યાં કોઈ જગ્યા ખાલી ન હતી આથી તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ સાંજે જોયું તો સ્મશાન ઘાટના ગેટ પર તેની બોડી હતી પરંતુ પરિવારના લોકો હતા નહીં.ઘણા સમય સુધી તેમની રાહ જોવામાં આવી હતી પરંતુ આખરે રાતના 12 વાગ્યે સફાઈ કર્મચારીઓએ મળીને તે લાશનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો.પૂર્વ પાર્ષદ આલમબાગ ભૂપેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે, શવો માટે પ્રશાસન તરફથી કોઈ પણ ઈંતજામ કરવામાં આવ્યા નથી. કોવિડ-19ના મૃતકોને સળગાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે અને ઘણી લાંબી લાઈનો લાગેલી છે.

આખા દેશમાં જાણે કોરોનાનો કારો કેળ વર્તાયેલો જોવા મળે છે. છેલ્લા બે દિવસથી દેશમાં 2 લાખથી વધુ કેસો જોવા મળી રહ્યા છે,જે દુનિયામાં એક દિવસમાં આવેલા સૌથી વધુ કેસો છે.દેશના દરેક રાજ્યોની હોસ્પિટલો અને સ્મશાન ગૃહો ખાલી જોવા મળી રહ્યા નથી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ અને સ્મશાનગૃહમાં પણ મૃત કોરોના દર્દીઓને જગ્યા મળી રહી નથી.ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી 8000થી વધુ કેસો જોવા મળી રહ્યા છે, જે ઘણી ચિંતાજનક વાત છે.

Share Now