કરોના મહામારીના કારણે દેશમાં ફરી એક વખત આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે.બેકાબૂ કોરોનાને રકવા માટે કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ઘોષણા કરાઇ છે.તો ક્યાંક આંશિક લોકડાઉન છે અને ક્યાંક રાત્રિ કર્ફ્યું થે.તો વળી કેટલાક રાજ્યોએ પોતાની સરહદો પર કડકાઇ વધારી છે.
ફરી એક વખત કોરોનાના કારણે આવન જાવન, વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધો લાગી રહ્યા છે.જના કારણે અત્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટરને દરરોજ મોટું નુકસાન થઇ રહ્યું છે.ઓલ ઇન્ડિયા ટ્રાંસપોર્ટ કોંગ્રેસની કોર કમિટીની સભ્ય બી.મલકીત સિંહના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયે ટ્રાંસપોર્ટ સેક્ટરને દરરોજ 315 કરોડનું નુકસાન થઇ રહ્યું છે.તેમણે કહ્યું કે સૌથી વદારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. અત્યારે દેશમાં ટ્રકોની માંગમાં 50 ચકાનો ઘટાડો નોંધાયો છે.અત્યારે માત્ર અનિવાર્ય વસ્તુઓ જેવી કે મેડિકલ સંસાધનો,માસ્ક,પીપીઇ કિટ,દવા,ઓક્સિજન અને ખાવાની વસ્તુઓનું ટ્રાંસપોર્ટ થાય છે.જ્યારે બાકીની વસ્તુ માટે વપરા ટ્રકોના પૈડા અત્યારે ઉભા છે.તેમણે કહ્યું કે ટ્રાંસપોર્ટ સેક્ટર હજુ 2020ના લોકડાઉનમાં થયેલા નુકસાનમાંથી બહાર નથી આવ્યું તેવામાં ફરી વખત સંકટ આવ્યું છે.જેના કારણે ટ્રક ચાલકો અને ટ્રાંસપોર્ટરોની ચિંતામાં વધારો થયો છે.અત્યારે દેશના 57 ટકા વિસ્તારમાં વિવિધ પ્રતિબંધોની અસર જોવા મળી છે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસનું કહેવું છે કે ટ્રાંસપોર્ટરોએ ટેક્સ,વીમાના હપ્તા,ટ્રકોના હપ્તા,ડ્રાઇવરો અને કર્મચારીઓના પગાર વગેરેની વ્યવસ્થા કરવી પડી રહી છે.જે માટે તેમણે રાજ્ય સરકારો પાસેથી ટેક્સ,પરમિટ અને ખાલી પડેલા ટ્રકો માટે પાર્કિંગ ફીમાં રાહત માંગી છે.