હું તો આને કિસ કરીશ, આવી ગયા માસ્કના નામ પર ચલણ કાપવાવાળા ભિખારી.મહિલાએ પોલીસને ધમકાવી નાખ્યા

367

કોરોના વાયરસ દિલ્હીમાં કહેર વર્તાવી રહી છે. આ તમામની વચ્ચે કેજરીવાલ સરકારે કોરોના પર કાબૂ મેળવવા માટે કેટલાય મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.જેમાં માસ્ક પહેરવુ જરૂરી કરી દીધુ છે.ત્યારે હવે મધ્ય દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રવિવારે એક વ્યક્તિ અને તેની પત્નીને માસ્ક નહીં પહેરવા પર પોલીસે રોક્યા તો આ કપલ્સે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી.જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે.સોશિયલ મીડિયા પર આ પતિ-પત્નીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે મધ્ય દિલ્હીના પટેલ નગર નિવાસી પંકજ દત્તા અને તેની પત્ની આભા યાદવ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં ખૂબ વધારો થઈ રહ્યો છે.આ જ કારણે નાઈટ કર્ફ્યૂ લગાવેલુ છે,વિકેન્ડ કર્ફ્યૂ પણ લગાવેલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજના લગભગ સાડા ચાર કલાકની આસપાસ બની હતી. કારમાં જઈ રહેલા એક દંપતિએ માસ્ક નહીં પહેરવા બદલ પોલીસે તેમને રોક્યા હતા.માસ્ક નહીં પહેરવાનું કારણ પુછ્યુ તો મહિલાએ પોલીસ સાથે અપમાનજનક રીતે વર્તાવ કરવા લાગી હતી અને કહ્યુ કે, તે દંડ નહીં ભરે.આ દરમિયાન મહિલાએ પોલીસને ધમકી આપતા કહ્યુ કે,મારો બાપ પણ પોલીસમાં છે અને તે એસઆઈ છે.આવી ગયા માસ્કના નામ પર ચલણ કાપવાવાળા ભિખારી.

મહિલાએ આપ્યો આવો જવાબ

એટલુ જ નહીં આ દરમિયાન પોલીસે જ્યારે મહિલાને માસ્ક કેમ નથી પહેર્યુ તેવું પુછ્યુ તો મહિલાએ જવાબ વાળ્યો હતો કે, હું તો આને કિસ કરીશ, રોકી શકો તો રોકી લ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ કપલ્સ પાસે ન તો કર્ફ્યૂ પાસ હતો, ન તો માસ્ક.આ સાથે જ મહિલાએ પોલીસ સાથે ગેરવર્તણૂંક પણ કરી.મહિલાએ કહ્યુ હતું કે, કોરોના જેવુ કંઈ નથી, કારણ વગરના લોકોને પરેશાન કરવામાં આવે છે.આ મામલે પોલીસ સાથે ઝઘડો કરી રહેલા આ કપલ્સને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

Share Now