દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી મેડિકલ ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને પહેલી વખત રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાનુ નક્કી કર્યુ છે.આંધ્રપ્રદેશ,ઓરિસ્સા અને ઝારખંડ આ ત્રણ રાજ્યોમાંથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે અને રેલવે દ્વારા અલગ અલગ હિસ્સાઓમાં તેને પહોંચાડવામાં આવશે.ઓક્સિજન સપ્લાય કરવા માટે જે તે રેલવે ડિવિઝનને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે રેલવે દ્વારા ટ્રેન થકી પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ.આ પહેલા મહારાષ્ટ્રમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે રેલવે દ્વારા ટ્રેન થકી પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ.હવે રેલવે દ્વારા ઓક્સિજન પહોંચાડવાનુ કામ માથે લેવાયુ છે.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર દ્વારારેલવે દ્વારા મેડિકલ ઓક્સિજન પહોંચાડી શકાય કે નહી તેની શક્યતાઓ ચકાસવા માટે રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.એ પછી હવે આ યોજના પર અમલ કરવાનુ નક્કી કરાયુ છે.
ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા માટે રેલવે તૈયાર
રવિવારે રેલવેએ એલાન કર્યુ હતુ કે, તમામ મુખ્ય કોરિડોર પર લિકવિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા માટે રેલવે તૈયાર છે.રેલવે દ્વારા ફ્લેટ વેગનોનો ઉપયોગ કરીને ઓક્સિજન ભરેલા રોલ ટેન્કરોને વેગનો થકી પહોંચાડવામાં આવશે.આ માટેનુ પરિક્ષણ પણ કરવામાં આવ્યુ છે.