નાઈટ કફર્યુ આંખોમાં ધૂળ નાખવા સમાન : સંક્રમણ-મૃત્યુ તો ઘટતા નથી : હાઈકોર્ટ

221

લખનૌ: ઉતરપ્રદેશના લખનૌ સહિતના પાંચ શહેરોમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તા.26 એપ્રિલ સુધી લોકડાઉનના આપેલા આદેશને યોગી સરકારે ફગાવતા હવે આજે હાઈકોર્ટનું વલણ લે છે.તેના પર સૌની નજર છે.હાઈકોર્ટે લખનૌ,કાનપુર,વારાણસી,પ્રયાગરાજ અને ગોરખપુરમાં તા.26 સુધી પૂર્ણ લોકડાઉન લાદવાની સરકારને સૂચના આપી છે અને ફકત આવશ્યક સેવાઓને તે પણ મર્યાદીત સમય માટે મંજુરી આપવા જણાવ્યુ હતું.

હાઈકોર્ટે તેના નિરીક્ષણમાં આવી આરોગ્ય સીસ્ટમ સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને જણાવ્યું કે આપણા સભ્ય સમાજમાં જો જાહેર આરોગ્ય વ્યવસ્થાનો પડકાર કરવાની ક્ષમતા નથી અને લોકો જો ફકત સારવારના અભાવે મરતા હોય તો તેનો અર્થ એ છે કે આપણે સર્વાંગી વિકાસ કરી શકયા નથી.સ્વાસ્થ્ય અને શિક્ષા બન્ને અલગ-અલગ થઈ ગયા છે અને તે માટે વર્તમાન સરકારને જ જવાબદાર ગણાવવી જોઈએ.

અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ વર્માની બનેલી ખંડપીઠે ગઈકાલે એક જાહેર હિતની અરજીની સુનાવણી સમયે આ વિધાનો કર્યા હતા.હાઈકોર્ટે વધુ આકરા શબ્દોમાં કહ્યું કે સરકાર મહામારીની બીજી લહેર અંગે જાણતી હતી છતાં પણ કશું કર્યુ ન હતું અને પહેલાથી તૈયારી કરી નહી.લોકો જીવન ગુમાવી રહ્યા છે.મુખ્ય શહેરોની હોસ્પીટલોમાં 10% સુવિધા પણ એવી નથી કે દર્દીઓની સારવાર થઈ શકે.

ખુદ તબીબો અને પેરામેડીકલ સ્ટાફ પણ સંક્રમીત થઈ રહ્યા છે.આ સમયે સરકાર દેખાડા જેવા પણ કામ કરી શકતી નથી.રાત્રીના કર્ફયુ લગાવી સરકાર ફકત આંખોમાં ધૂળ નાંખવા જેવું કામ કરે છે.લોકોની યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા હોય તો આવા નાઈટ કર્ફયુ શું કામનો?

Share Now