Breaking : રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વિટર પર પોસ્ટ કરીને રાહુલે ખુદ આપી માહિતી

247

તાજેતરમાં સમાચાર મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાહુલ ગાંધીએ ખુદ ટ્વિટર પર ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી.રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે ‘હળવા લક્ષણોનો અનુભવ કર્યા બાદ, મેં કોવિડ માટે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ જેઓ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે બધા,કૃપા કરીને તમામ સલામતી પ્રોટોકોલોનું પાલન કરો અને સુરક્ષિત રહો.’

આ બાદ કોંગેસના અનેક નેતા અને સોશિયલ મીડિયાના ઘણા યુઝર્સ દ્વારા તેમને સારા સ્વાસ્થ્યનું પ્રાર્થના કરવામાં આવી હતી.જાહેર છે કે દેશમાં કોરોના ખુબ વધી રહ્યો છે.પહેલા અભીનેતાઓ તેની ઝપેટમાં હતા અને હવે એક પછી એક નેતાઓ પણ કોરોનાનો શિકાર બનતા જઈ રહ્યા છે.થોડા દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જ રાહુલ ગાંધીએ પ્રચાર રેલીઓ ના કરવાનું એલાન કર્યું હતું. અને તાજેતરમાં જ તેમનો કોરોના રીપોર્ટ સકારાત્મક આવતા ખળભળાટ મચી ગયો છે.રાહુલ ગાંધીના કોરોનો પોઝિટિવ બાદ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.તે જ સમયે, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે કહ્યું કે, ‘અમે બધા તમે ઝડપથી સ્વસ્થ થાઓ તેવી કામના કરીએ છીએ. આ સંકટ સમયે દેશને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે જલ્દી સ્વસ્થ થઈ પાછા ફરો. દેશ તેના જનનેતાની રાહ જોઇ રહ્યો છે. ‘

યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, ‘જ્યારે આખું ભારત કોરોનાની પકડમાં છે, ત્યારે કોઈનું પણ તેનાથી બચવું શક્ય નથી.તમે હંમેશાં યોદ્ધાની જેમ દરેક પડકારનો સામનો કરો છો.મને વિશ્વાસ છે કે તમે જલ્દીથી કોરોનાને પણ હરાવશો, લાખો IYC કાર્યકરોની પ્રાર્થના તમારી સાથે છે. Get Well Soon Bhaiya. ‘

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસો ખુબ વધી રહ્યા છે.સોમવારે, 23,686 લોકોને ચેપ લાગ્યો હતો અને 240 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.સોમવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ,પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માનો કોવિડ અહેવાલ સકારાત્મક આવ્યો હતો. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Share Now