બારડોલીના સ્મશાનમાં સતત મૃતદેહ સળગતા ફરી એકવાર ત્રણે ભઠ્ઠી બગડી

283

બારડોલી : બારડોલીના સ્મશાનમાં ગેસ સંચાલિત ત્રણ ભઠ્ઠી ફરી એકવાર બગડી છે. આ ભઠ્ઠી બગડતા સ્મશાનભૂમિના સંચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.બારડોલીના સ્મશાનગૃહમાં કોરોના સંક્રમિત માટેની ત્રણ ભઠ્ઠી સતત ચાલુ રહેતા અગાઉ બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ હતી.ત્યારબાદ ફરી એકવાર સતત અંતિમક્રિયા માટે ભઠ્ઠી ચાલુ રહેતા બગડી છે.જોકે સંચાલકોએ ભઠ્ઠી રિપેરિંગની કામગીરી બરોડાની એજન્સીને સોંપી હોવાનું જાણવા મળે છે.

સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે.શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે.તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે.આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે.બારડોલીમાં કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે પાંચ પૈકી ત્રણ ગૅસ વાળી ભઠ્ઠી ફાળવવામાં આવી હતી. જેમાં રાત દિવસ સતત મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ આ ગેસ વાળી બે ભઠ્ઠીની લોખંડની એંગલ તૂટી ગઈ હતી.ત્યારબાદ ગતરોજ ફરી એકવાર સતત અંતિમક્રિયા માટે ભઠ્ઠી ચાલુ રહેતા આ ત્રણે ભઠ્ઠીઓ બગડી હોવાનું જાણવા મળે છે.આ ભઠ્ઠી બગડતા સ્મશાન ભૂમિના સંચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળે છે.જોકે હાલ સંચાલકોએ ભઠ્ઠી રિપેરિંગની કામગીરી બરોડાની એજન્સીને સોંપી છે અને આજરોજ સાંજ સુધીમાં આ ભઠ્ઠી રીપેર થાય તેવી શક્યતા છે. હાલ લાકડાની બે ભઠ્ઠી બિનકોવિડ મૃતદેહ માટે અનામત રખાઈ હોવાનું જાણવા મળે છે.અંતિમ ઉડાન મોક્ષધામમાં બારડોલી તાલુકાનાં 40 થી વધુ ગામના લોકો અંતિમવિધિ કરવા માટે આવે છે.

Share Now