– આ લોકડાઉન 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી રાજ્યમાં રહેશે.
સોમવારે રાત્રે 10 વાગ્યાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકડાઉન થયા બાદ હવે ઝારખંડ સરકારે કોરોના સંક્રમણ રોકવા માટે એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે.સરકારના જણાવ્યા પ્રમાણે આગામી 22 થી 29 એપ્રિલ દરમિયાન રાજયમાં લોકડાઉન લાગુ પડશે.જો કે, આ સમય દરમિયાન લોકડાઉન દરમિયાન કેટલીક વસ્તુઓમાંથી છૂટ આપવામાં આવી છે.આ સમય દરમિયાન આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે.આ સાથે ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ ભક્તોના ટોળાને મંજૂરી આપવામાં આવશે નહીં.આ સિવાય ખાણકામ,ખેતીકામ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે.
અગાઉ સોમવારે, ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે 50 લોકો વધુ મૃત્યુ પામ્યા હતા,રાજ્યમાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 1456 પર પહોંચી ગઈ હતીરાજ્યમાં કોરોના ચેપનો કુલ આંક 162945 પર લઈ ગયો છે.આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ચેપગ્રસ્ત 162945 માંથી 133479 સ્વસ્થ થઈને તેમના ઘરે પાછા ફર્યા છે.આ સિવાય 28010 અન્ય ચેપગ્રસ્ત લોકોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે.આ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 43691 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 3992 ચેપ લાગ્યાં હતાં.