આવતીકાલથી 30 એપ્રિલ સુધી બેંકો સવારે 10 થી 2 વાગ્યા સુધી કામ કાજ કરશે

276

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીનો લાખો કરોડો લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.કોરોના મહામારીના કારણે સાવચેતીના પગલા રૂપે બેંકની કામગીરીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.બુધવારથી 30 એપ્રિલ સુધી બેંકો સવારે 10 થી 2 વાગ્યા સુધી કામકાજ કરશે.

આજે બેંકના ઉચ્ચાઅધિકારીઓની મળેલી બેઠકમાં દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા બેંકની કામગીરીમાં ફેરફાર કરવાના કેટલાક નિર્ણય લેવામાં આવ્યાં છે.જેમાં બેન્કના સમય ઉપરાંત બેંકો ગ્રાહકોને જરૂરી સેવા જેમ કે રોકડ ઉપાડ,ડિપોઝીટ અને આરટીજીએસ સેવા પુરી પાડશે અને તેમાં સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપશે. બેંકનો સ્ટાફ 50 ટકા જ હાજર રહેશે અને બાકીના વર્ક ફ્રોમ હોમ કરશે.એટીએમમાં પૂરતી રોકડ રહે અને ડિજિટલ વ્યવહાર સરળતાથી થાય તે તમામ બેંકોએ
જોવાનું રહેશે.આ કપરા સમયમાં સાવચેતી રાખીને કામ કરવાનું બેઠકમાં સુચન કરવામાં આવ્યું હતું.

Share Now