SURAT માં પત્નીનાં રોમાન્સથી કંટાળેલા પતિએ ભર્યું એવું પગલું કે પોલીસ પણ…

272

સુરત : શહેરમાં વધુ એક આડાસંબંધે હર્યો ભર્યો માળો વિખેરી નાખ્યો છે.પત્નીના આડાસંબંધથી કંટાળી પતિએ કરી દીધી પત્નીની હત્યા અને બાદમાં આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ.પણ ચાર મહિના બાદ ખૂલી ગયો હત્યાનો ભેદ. પતિએ જ કરી દીધી ઢોર માર મારી પત્નીની હત્યા.સુરતના લિંબાયત વિસ્તારમાં દેવધ રેલવે ટ્રેક પર મળેલા અજાણી મહિલા મૃતદેહને ભેદ અંતે ઉકેલાઈ ગયો.પોલીસે જે અકસ્માતે મોતને ગુનો દાખલ કર્યો હતો તે અકસ્માત નહીં પણ હત્યા નીકળી અને હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ જ નીકળ્યો.

પોલીસે પરિવાર અને પતિની પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું કે પતિએ પત્નીના આડાસંબંધથી કંટાળીને તેની હત્યા કરી દીધી છે.પોલીસે અજાણ્યા મૃતદેહની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યા ત્યારે આ મૃતદેહ ગોદાદરામાં રહેતી સોનલ કલસરિયા નામની મહિલાનો હોવાનું સામે આવ્યું હતું. અને પરિવારે પરિણીતાએ ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું કારણ આપ્યું હતું.પરિણીતાને એક શખ્સ સાથે આડાસંબંધ હતા. અને અને તેની જોડે ગીરસોમનાથના ઊનામાં ભાગી ગઈ હતી.પરિણીતાને સસરા પક્ષ સુરત લાવ્યો હતો પણ પ્રેમી સાથે જવાની જીદમાંને જીદમાં તેણે પ્રેમમાં નિષ્ફળતા મળ્યાનું લાગતા રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લીધો.

પોલીસને પરિણીતાના પરિવારજનોની વાત ગળે ઉતરતી નહોતી એટલે ઉંડાણપૂ્ર્વકની તપાસ હાથ ધરી અને 10 મહિનાની તપાસના અંતે એક મહત્વની કડી હાથ લાગી.પરિણીતાનો પતિનું મોબાઈ લોકેશન પણ એ સમયે રેલવે ટ્રેક પાસેનું જણાતાં પોલીસે તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી અને અંતે પતિ ભાંગી પડતાં પોતાના બનેવી સાથે મળી પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપી..પત્નીના આડાસંબંધથી ત્રસ્ત પતિએ પત્નીને ઘરમાં ઢોર માર માર્યો હતો.,તેનું માથું દિવાલ સાથે અથડાવતા તે અર્ધબેભાન જેવી થઈ હતી અને પત્નીને મરેલી સમજી તેનો મૃતદેહ સગેવગે કરવા માટે પોતાના બનેવીની મદદ લઈ કારમાં લઈ જઈ રેલવે ટ્રેક પર મૂકી આવ્યો હતો.

જ્યાં ટ્રેનની નીચે આવીને પરિણીતા કપાઈને મૃત્યુ પામી હતી. આમ પોલીસે આરોપીના પતિની જ નહી પણ આ કેસમાં તેના બનેવીની પણ ધરપકડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે. 10 મહિના પછી પોલીસે મહિલાના આપઘાતનો ભેદ ઉકેલી કાઢ્યો છે.સાથે જ અન્ય કોઈ આ હત્યામાં સામેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Share Now