CPM મહાસચિવ સીતારામ યેચુરીના દીકરા આશીષનું માત્ર 34 વર્ષની ઉંમરે કોરોનાથી અવસાન

280

– આશીષ એક સમાચાર પત્રમાં એક સીનિયર કોપી એડિટર તરીકે કામ કરી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 22 : કોરોનાની બીજી લહેરમાં મૃતકઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્મશાન ઘાટ પર મૃતદેહની અંતિમ વિધિમાં લાંબી લાઈનો લાગી છે અને કબ્રસ્તાનોમાં જગ્યા જ નથી બચી.આ વખતે મોતના આ તાંડવનો શિકાર મોટા ભાગના યુવાનો થઈ રહ્યા છે.સીપીઆઈ (એમ)ના દિગ્ગજ નેતા સીતારામ યેચુરીના મોટા દીકરા આશીષ યેચુરીનું માત્ર 34 વર્ષની ઉંમરે કોરોનાના કારણે અવસાન થયું છે.

આશીષ યેચુરી છેલ્લા કેટલાય દિવસથી કોરોના સામે લડત આપી રહ્યા હતા અને ગુરૂવારે સવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.બે સપ્તાહ પહેલા આશીષને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો જ્યાં તબિયત વધુ લથડતા મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવારજનોના કહેવા પ્રમાણે આશીષ રિકવર થઈ રહ્યો હતો પરંતુ ગુરૂવારે સવારે અચાનક તેણે દમ તોડી દીધો હતો.આશીષ એક સમાચાર પત્રમાં સીનિયર કોપી એડિટર તરીકે કામ કરી રહ્યા હતા.સીતારામ યેચુરીએ ગુરૂવારે સવારે ટ્વીટ કરીને પોતાના મોટા દીકરાના મૃત્યુના સમાચાર આપ્યા હતા.

Share Now