સિંગાપુર, UAE થી આવશે ઓક્સિજન ટેન્કર, અમિત શાહે આપ્યો આદેશ, બંધ Oxygen યૂનિટ ફરી શરૂ કરવામાં આવે

234

નવી દિલ્હી : કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.પીએમ નરેન્દ્ર મોદી,કેન્દ્ર સરકાર,રાજ્ય સરકારો,સ્વાસ્થ્ય મંત્રાલય,રેલવે વિભાગ,સેના,એરફોર્સ,પોલીસ વિભાગ દિવસ રાત લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહી છે.સરકાર વિદેશોથી ઓક્સિજન જરેશન પ્લાન્ટ મંગાવવા જઇ રહી છે.આ પ્લાન્ટ દર કલાકમા6 2400 લીટર ઓક્સિજન સુધી બનાવી શકે છે.તેમને લાવવાની જવાબદારી રક્ષા મંત્રાલયએ ઉપાડી છે.

દેશમાં સ્થિતિને સંભાળતાં હવે કેંદ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.જેના લીધે હવે કેંદ્ર સરકાર, સિંગાપુર અને UAE સાથે ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન ટેન્કર મંગાવવા જઇ રહી છે.આ પહેલાં જર્મનીથી 23 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ હવાઇ માર્ગથી લાવવાનો નિર્ણય કર્યો છે.તેમાંથી દરેક પ્લાન્ટ પ્રતિ મિનિટ 40 લીટર અને પ્રતિ કલાક 2400 લીટર ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે.મંત્રાલયનો આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને ઘણા રાજ્ય ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહએ રાજ્યોને ઉત્પાદન વધારવા માટે બંધ પડેલી ઓક્સિજન એકમોને ફરીથી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે.જેથી જલદી જ દેશમાં ઓક્સિજન સંકટ પુરી રીતે ખતમ થઇ શકે.તો બીજી તરફ કોઇપણ દર્દીનો જીવ ઓક્સિજનની અછતના લીધે ન જાય.

Share Now