સુરત ગ્રામ્યમાં 641 નવા કેસો સાથે કોરોના ઓલ ટાઈમ હાઈ

272

– બારડોલીમાં 94 કેસો સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.સૌથી વધુ કેસ કામરેજ તાલુકામાં 110 કેસ નોંધાયા હતા.

બારડોલી : સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.શુક્રવારે એક જ દિવસમાં જિલ્લામાં રેકોર્ડ બ્રેક 641 કેસો નોંધાયા છે.જિલ્લામાં હાલ 4353 કેસો એક્ટિવ છે.જ્યારે સત્તાવાર રીતે આજે જિલ્લામાં બેના મોત થતા મૃત્યુ આંક 320 થયો છે.સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.જિલ્લામાં શુક્રવાર રોજ વધુ 641 કેસો નોંધાયા હતા.જે પૈકી બારડોલીમાં 94 કેસો સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.સૌથી વધુ કેસ કામરેજ તાલુકામાં 110 કેસ નોંધાયા હતા.છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણનો ફેલાવો તેજ ગતિએ વધી રહ્યો છે.સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે.જિલ્લામાં અત્યાર સુધીમાં 22 હજાર 73 કેસો નોંધાય ચુક્યા છે.સતત વધી રહેલા કેસોએ આરોગ્ય તંત્રની સાથે સાથે લોકોની પણ ચિંતા વધારી છે.જિલ્લામાં હાલ 4353 કેસો એક્ટિવ છે.જ્યારે 227 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 1 અને પલસાણા તાલુકામાં 1 મળી કુલ 2ના મોત થયા હતા.અત્યાર સુધીમાં સુરત ગ્રામ્યમાં 320 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હોવાનું આરોગ્ય તંત્રના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે પરંતુ બિનસત્તાવાર રીતે આ આંકડો ખૂબ જ ઊંચો હોવાનું જાણવા મળી રહ્યું છે.

– જિલ્લાના તાલુકાઓમાં શુક્રવારે નોંધાયેલા કેસો

– ચોર્યાસી 90
– ઓલપાડ 84
– કામરેજ 110
– પલસાણા 65
– બારડોલી 94
– મહુવા 53
– માંડવી 77
– માંગરોળ 66

Share Now