દિલ્હી, તા. 26 : ઇન્દોરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.હોસ્પિટલોમાં બેડની તંગી અને કોરોનાનો રીપોર્ટ પણ મોડો મળવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.લેબમાં રીપોર્ટનો એટલો મારો છે કે 10 દિવસે રીપોર્ટ મળે છે. એક દિવસમાં 9 થી 10 હજાર લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.એટલું જ નહિ આજુબાજુના લેબોમાં પણ સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે.સૌથી મોટી સમસ્યાઓ લોકોને રીપોર્ટ લેવામાં પડી રહી છે.લોકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નજીકની લેબ દ્વારા પોર્ટલ પર અપલોડ ન હોવાના કારણે મોબાઇલ પર મેસેજ મળતા નથી જેના કારણે સીએમએચઓમાં દરરોજ હજારો લોકોની ભીડ જોવા મળે છે અને વધુ પડતા લોકોને ખાલી હાથે જવાનો પર વારો આવે છે.આ પરિસ્થિતિ છેલ્લે 1પ દિવસથી લોકો ભોગવી રહ્યા છે.આ પહેલા માત્ર બે કે ત્રણ દિવસમાં રીપોર્ટ મળી જતો હતો.અહીંથી સેમ્પલ દરરોજ હજારો સેમ્પલ કોલેજ મોકલવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા થોડા દિવસથી કોલેજ પર ભારે દબાવ છે.ત્યારે કોલેજ દ્વારા હજારો સેમ્પલ ભોપાલ, અમદાવાદ અને દિલ્હી સહિત નજીકની લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.