ભોપાલ તા.26 : કોરોનાની બીજી લહેરે દેશમા ન ભૂતો ન ભવિષ્યતિ જેવા કરૂણાજનક દ્રશ્યો ખડા કર્યા છે.આ રેકોર્ડ ખરા પણ ગૌરવ નહિ પણ અફસોસ થાય તેવા દેશમાં આઝાદી બાદ પ્રથમવાર એવી ઘટનાઓ બની છે કે સ્મશાનમાં લાઈન લાગી હોય અને મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાકડા ખૂટી પડયા છે અને વિદ્યુત સ્મશાન ભઠ્ઠીની ચીમનીઓ પીગળી ગઈ હોય અને મૃતદેહો માટે ખુલ્લા મેદાનમાં નવી ચિતાઓ બનાવી સામુહીક અગ્નિ સંસ્કાર કરાયા હોય આવી ઘટનાઓની તસ્વીરો પ્રથમ પાને ચમકી રહી છે.
આ મામલે મધ્ય પ્રદેશના ભદભદા વિશ્રામઘાટ પર તો શનિવારે રેકોર્ડ તુટી ગયો હતો અહી એક સાથે અધધધ 118 મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા.જેમાં કોરોના સંક્રમિતોના 100 શબ હતા.જયારે 18 શબ સામાન્ય હતા.શબનાં અંતિમ સંસ્કાર માટે બધા જ આરક્ષિત સ્થાન ફુલ થઈ જવાના કારન સંસ્કાર માટે નવા અસ્થાયી વૈકલ્પિક સ્થાન તરીકે વિદ્યુત શબદાહ ગૃહનાં કેમ્પસની પસંદગી કરવામાં આવી છે.
અરૂણ ચૌધરીના જણાવ્યા અનુસાર ગત વર્ષે કોરોના દરમ્યાન એક દિવસમાં સૌથી વધુ 10 થી 12 શબ જ આવ્યા હતા. ત્યારબાદ 20 થી 22 માર્ચ 12 થી વધુ ડેડબોડી આવ્યા હતા. 10 એપ્રિલ બાદ દરરોજ 50 થી વધુ શબ આવે છે.તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલે સર્વાધિક 113 શબોના અંતિમ સંસ્કાર કરાયા હતા.ચૌધરીએ જણાવ્યું હતું કે ભોપાલ ગેસ કાંડ (1984) માં એક દિવસમાં 24 શબોનાં અંતિમ સંસ્કાર થયેલા.