ઓલપાડ તાલુકાનુ પ્રથમ આઈસોલેસન સેન્ટર સાયણ ખાતે કાર્યરત કરાયું

273

– શ્રીસાઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણ દ્વારા કાર્યરત કરાયેલા સેન્ટરમાં દર્દીને તમામ પ્રકારની મફત પ્રાથમીક સારવાર અને જમવા સાથેની સુવિધા મળશે વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે ૧૫ ઓક્સિજન સીલીન્ડર સાથે ૪૦ બેડની સુવિધા કરાઈ છે

સાયણ : સુરત ગ્રામ્ય સાથે ઓલપાડ તાલુકામાં કોરોનાનું નોંધપાત્ર રીતે સંક્રમણ વધી રહ્યું છે જે આરોગ્ય વિભાગના પોઝીટીવ કેસના આંકડાઓ પરથી પણ સાબિત થયું છે.ઓલપાડ તાલુકાની વાત કરીએતો તાલુકાના ૧૦૫ ગામો પૈકી સાયણ તથા આજુ બાજુના ગામોમા પોઝીટીવ કેસ ની સંખ્યા વધુ છે આટલુંજ નહી પણ કોરોના એ સૌથી વધુ લોકોનો સાયણ ગામમા ભોગ લીધો છે.સાયણ ગામ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના કામદારો પણ મોટી સંખ્યામાં વસેલા છે.ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારો સભ્ય કોરોના સંક્રમિત થાય ત્યારે તેને હોમકોરોન્ટાઈ કરવાની વાતે મોટી તકલીફ ઉભી થાય છે આટલુંજ નહી પણ સગવડે અભાવે પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થતા સાયણ વિસ્તારમાં કોરોના સંક્રમણ નો આંક આરીતે વધ્યો છે.

ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ,સાયણ સુગર ચેરમેન રાકેશ પટેલ,જીવનરક્ષા હોસ્પિટલ ટ્રસ્ટ મંત્રી ધર્મેશભાઈ પટેલ તથા ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે આઇસોલેસન સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં સાયણ તથા આજુ બાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગનો કરોના સંક્રમિત થયેલા દર્દીને કોરોના લક્ષી ઘર આંગણે પ્રાથમીક સુવિધા સાથે સારવાર મળતી થાય તેવા શુભ આશયે શ્રીસાઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ,સાયણ સંચાલિત ૧૫ ઓક્સિજન સીલીન્ડર સાથે ૪૦ બેડથી સુવિધા સાથે તાલુકાનું પ્રથમ આઇસોલેસન સેન્ટર કાર્યરત થયું છે.અહીં આવેલા કોરોના પોઝીટીવ દર્દીને તમામ પ્રકારની પ્રાથમીક સારવાર અને સુવિધા મફત આપવામાં આવશે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કે ઘરે હોમકોરોન્ટાઈ રહેલા કોરોના પોઝીટીવ દર્દીના મોટ બાદ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે લઈ જવાની બાબતે સ્વજનોને થતી તકલીફ દુર કરવાના આશયે શ્રીસાઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ,સાયણના સભ્યોએ કોવીદના મૃતકોને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જવાની કામીગીરી પણ કરાઈ રહી છે.

આઇસોલેસન સેન્ટરમાં જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે – મુકેશ પટેલ, ધારાસભ્ય

સાયણ ગામમા રહેતા ગરીબ અને મધ્યમાં પરિવારના કોરોના પોઝીટીવ થયેલા દર્દીને ઘર આંગણે પ્રાથમીક સારવાર મળી રહે તે માટે ૪૦ બેડ સાથે કાર્યરત કરાયેલા આઇસોલેસન સેન્ટર મા ઓક્સિજન સાથે અન્ય કોઈપણ સુવિધાની જરૂર પડ્યે સરકાર તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી આપશે જેથી દર્દીને સારવારમાં વધુ સગવડતા રહેશે.

Share Now