– અમેરિકાએ વેક્સિન પ્રોડક્શન માટે રો મટીરિયલ આપવાનો દાવો પણ કર્યો
નવી દિલ્હી, તા. 26 : કોરોના સંકટ મામલે ભારત હાલ સમગ્ર વિશ્વનું એપિસેન્ટર બની ગયું છે.વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ પણ ભારતની જ છે.આ બધા વચ્ચે ભારતની કથળતી સ્થિતિ જોઈને વિશ્વના અનેક દેશોએ મદદ માટે હાથ લંબાવ્યો છે.અમેરિકા,યુનાઈટેડ કિંગડમ સહિત અન્ય કેટલાક દેશોએ પોતાના તરફથી મદદ રવાના કરી દીધી છે જે ભારત પહોંચવી શરૂ પણ થઈ ગઈ છે.
અમેરિકા
અમેરિકાએ મોકલેલા 319 ઓક્સિજન કોન્સંટ્રેટર દિલ્હી પહોંચી ગયા છે.હવે તેમને હોસ્પિટલ્સની જરૂરિયાતના આધારે સપ્લાય કરવામાં આવશે.ઉપરાંત અમેરિકા તરફથી વેન્ટિલેટર,રેપિડ કીટ્સ પણ મોકલવામાં આવી છે.અમેરિકાએ વેક્સિન પ્રોડક્શન માટે રો મટીરિયલ આપવાનો દાવો પણ કર્યો છે.
હોંગકોંગ
હોંગકોંગ તરફથી પણ ભારતને મદદ મળી રહી છે.હોંગકોંગ ખાતેથી 800 ઓક્સિજન કોન્સનટ્રેટર એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પ્રતિ સપ્તાહ 10,000 આવવા તૈયાર છે.
યુકે
યુનાઈટેડ કિંગડમે ભારતને 600 મેડિકલ ઉપકરણો મોકલ્યા છે.તે બધા રવિવારે બ્રિટનથી રવાના થઈ ગયા હતા અને સોમવાર સુધીમાં આવી શકે છે.તેમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સેનટ્રેટર છે.
આ ઉપરાંત સિંગાપુર,સાઉદી અરેબિયા અને અન્ય દેશોએ પણ ભારતને ઓક્સિજન કન્ટેનર્સ આપ્યા છે.