ઉતરપ્રદેશે મધ્યપ્રદેશનું ઓકસીજન રોકયુ : કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો

240

ભોપાલ તા.26 : મધ્યપ્રદેશ માટે ઝારખંડના બોકારોથી પસાર થતો લિકવીડ ઓકસીજન ટેન્કરને રવિવારે ઉતરપ્રદેશમાં રોકી દેવામાં આવ્યું.કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ ઉતરપ્રદેશના અધિકારી સક્રીય થયા અને મધ્યપ્રદેશના ભાગનું ટેન્કર પરત કરવા માટે સહમત થયા હતા.સોમવારના ટેન્કર મધ્યપ્રદેશમાં આવી જશે.

સાગર સંભાગમાં ઓકસીજનની જરૂરતને પુર્ણ કરવા માટે બોકારોથી એક ટેન્કર આવી રહ્યું હતું. જેને ઝાંસીમાં રોકી દેવામાં આવ્યું હતું.આ સમાચાર ઈન્ટરનેટ મીડીયામાં ફેલાય ગઈ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ કેન્દ્ર સરકારને વાત કરી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર તરફથી ઉતરપ્રદેશમાં અધિકારીઓને ફટકાર લગાવવામાં આવી અને યાદ દેવડાવ્યુ કે નિયમ મુજબ કોઈ રાજય અન્ય રાજયોના ઓકસીજન ટેંકરને રોકી ન શકે.ત્યારબાદ મધ્યપ્રદેશના ગૃહવિભાગ તરફથી ઉતરપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો અને જણાવ્યું કે આઈનોકસ કંપ્નીનું આ ટેન્કર મધ્યપ્રદેશ માટે મોકલાવાય રહ્યું હતું.મધ્યપ્રદેશના મુખ્ય સચિવ ગૃહ ડો. રાજેશ રાજેરાએ જણાવ્યું કે ભ્રમ થવાના કારણે પરિસ્થિતિ સર્જાય છે.ત્યારબાદ મુખ્ય સચિવ ટેંકરને પરિવહન માટે મંજુરી આપી.

Share Now