સુરતની ખાનગી હોસ્પિટલોમાં 6-7 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન, 4,000 દર્દીના જીવ અધ્ધરતાલ

306

– ડોકટરોની મુખમંત્રીને કાકલૂદી, સુરત માટે ઓક્સિજનની વ્યવસ્થા કરો

સુરત, તા. 26 એપ્રિલ : સુરતની ખાનગી હોસ્પિટલોમાં 6 થી 7 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન નો જથ્થો છે.જો આ દરમ્યાન વ્યવસ્થા નહિ થઈ શકે તો 4000 દર્દીઓના જીવ ને જોખમ હોવાથી મુખ્યમંત્રી ઓક્સિજનની વ્યવસ્થા કરોની ડોક્ટરોએ કાકલૂદી કરી હતી.

સુરત શહેરમાં ઓક્સિજનના સપ્લાય પર કાપ મૂકવામાં આવતા શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ 4000થી વધુ કોરોના પેશન્ટનું જાનનું જોખમ ઊભું થતા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના કોરોના એક્શન કમિટી દ્વારા સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે સુરત શહેરની છેલ્લા 24 કલાકથી ઓક્સિજનની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે.સુરત શહેરની ખાનગી હોસ્પિટલો પાસે છથી સાત કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો જથ્થો છે જો આ સમય દરમિયાન પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો દર્દીઓના જાનના જોખમે થશે.

સગા વાલાને જે તકલીફ પડશે એના કારણે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.આથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી એ છે કે સુરતને વહેલામાં વહેલી તકે ઓક્સિજનનો જથ્થો પહોંચાડો.જેથી અમે દર્દીને સારવાર લઇ શકીએ એક સર્વે પ્રમાણે અત્યારે ચાર હજાર દર્દીઓ દાખલ છે.સુરતને દરરોજ 220 મેટ્રિક ટન જથ્થાની સામે 160 કે 70 ટન જ આવી રહ્યો છે. આ ઘટના કારણે ઘણી હોસ્પિટલોને દર્દીને દાખલ કરવાનું બંધ કરી દીધું છે.

Share Now