સુરત : સંક્રમણ અટકાવા દાદાગીરી કરી કાયદેસરની દુકાનો બંધ કરાવતું તંત્ર ટોળા ભેગુ કરતી નાસ્તાની લારીઓ સામે લાચાર

328

– કોરોના સંક્રમણ માટેની ભીડ દુર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ
– પાલિકા તંત્ર દાદાગીરી કરીને કાયદેસર દુકાનો બંધ કરાવે : પણ ન્યુસન્સ ફેલાવતાં વિસ્તારમાં લારીઓ બંધ કરાવવામાં તંત્ર લાચાર

સુરત, તા. 26 : સુરતમાં કોરોના સંકર્મણ અટકાવવા માટે કાયદેસરની દુકાનો બંધ કરાવી રહી છેપરંતુ ગેરકાયદે ચાલતી લારીઓ બંધ કરાવાવમાં તંત્ર નિષ્ફળ નિવડયું હોવાથી સોશ્યલ ડિસન્ટન્સ નહીં જળવાતા સંક્રમણ વધી રહ્યું છે.પાલિકા તંત્ર નિયમો બતાવીને દુકાનો બંધ કરાવી શકે છે પરંતુ મોડી સાંજે પણ પાણી પુરીની લારીઓ સાથે અન્ય ખાણી પીણીની લારીઓ પર લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે.લારીઓ પરભારે ભીડ થતી હોવા છતાં પણ પાલિકા તંત્ર કોઈ કામગીરી કરતું નથી અને સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થવાના કારણે પાલિકાએ ખાણી પીણીની દુકાનો,રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ સુવિધા શરૃ કરી છે.ખાણી પીણીની દુકાનો પણ પાલિકા તત્ર બંધ કરાવી દે છે અને કોઈ દુકાનોમાં નાસ્તો ન થાય તે માટેની ખાસ કાળજી સાથે કડક ચેકીંગ પણ કરે છે.જો કોઈ દુકાનોમા નાસ્તો કરાવવામાં આવતો હોય તો દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે.પાલિકાની આ કામગીરી ઘણી સારી છે તેના કારણે દુકાનોમાં ભીજ થતી અટકી રહી છે તે વાસ્તવિકતા છે.પરંતુ બીજી તરફ લારીઓ પર થતી ભીડ દુર કરવામા તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે.

સુરતના શાક માર્કેટ ઉપરાંત પાણી પુરીની લારીઓ અને ખાણી પીણીની લારીઓ પર નાસ્તો કરવા માટે લોકોના ટોળે ટોળા થઈરહ્યાં છે.તેમાં પણ પાણી પુરીના ખુમચા પર લોકોના ટોળા જોવા મળે છે આવી જ રીતે વડાં પાઉ,દાબેલી અને અન્ય ખાણી પીણીની લારીઓ પર લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યાં છે.આવી જ રીતે નવસારી બજાર તલાવડી,ઝાંપા બજાર,રાંદેર,ગોરાટ અને અન્ય જગ્યાએ સાંજથી ભરાતા ખાણી પીણીના બજોરોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ જગ્યાઓ પર પાલિકા કે પોલીસની ટીમ નિયમનું પાલન કરાવવા જાય તો પાલિકા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવે છે. જેના કારણે પાલિકા તંત્ર લારીઓ પર થતી ભીડ વિખેરવામાં લાચાર બની રહી છે.પાલિકા અને પોલીસની આવી નબળી કામગીરી પણ સુરતમાં કોરોના સંક્રમણ વધવા માટેનું એક કારણ હોવાનું કહેવાય રહ્યું છે.હજી પણ જો પાલિકા અને પોલીસ લારીઓ પર થતી ભીડ દુર કરવાની કામગીરી ન કરે તો કોરોના સંક્રમણ હજીપણ વધુ વધી શકે તેમ છે.

Share Now