કોરોના મહામારી વચ્ચે પણ દુનિયાના પાંચ દેશોએ 146 અબજ ડોલર સૈન્ય બજેટ વધાર્યું, ભારતનો આ છે નંબર

239

દુનિયાભરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ દેશોમાં હથિયારોની અને સૈન્ય શક્તિ મજબૂત કરવાની હોડ જામેલી છે.જેના પગલે દુનિયાના વિવિધ દેશોના સૈન્ય પાછળના ખર્ચમાં એક વર્ષમાં જ 150 લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે.

2019ના મુકાબલે 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો

2019ના મુકાબલે 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો છે. 2020માં સૈન્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશોમાં અમેરિકા,ચીન,ભારત,રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.તેમણે સૈન્ય પાછળ 146 અબજ ડોલર એક વર્ષમાં વાપર્યા છે.સૈન્ય પાછળ પૈસા વાપરવામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે.

આ પાંચ દેશોનો દુનિયાભરમાં સૈન્ય શક્તિ પાછળ વપરાતી રકમમાં 62 ટકા ફાળો

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પાંચ દેશોનો દુનિયાભરમાં સૈન્ય શક્તિ પાછળ વપરાતી રકમમાં 62 ટકા ફાળો છે.

ભારતે સેના પાછળનું બજેટ 2019ના મુકાબલે 2020માં બે ટકા જેટલુ વધાર્યું

ચીને તો સતત 26મા વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ વધાર્યો છે.ભારતનું સેના પાછળનુ બજેટ 2019ના મુકાબલે 2020માં બે ટકા જેટલુ વધાર્યું છે.તેની પાછળનુ મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે વધેલો તનાવ છે.

ટોચના પાંચ દેશોનો સૈન્ય ખર્ચ

અમેરિકા 778 અબજ ડોલર
બ્રિટેન 59.2 અબજ ડોલર
ચીન 252 અબજ ડોલર
ભારત 72.9 અબજ ડોલર
રશિયા 61.7 અબજ ડોલર

Share Now