હાલના દિવસોમાં અદાલતો સરકારોને ખૂબ ફટકાર લગાવી રહી છે.જ્યાં એક તરફ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકારની ખૂબ ખબર લીધી તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે આ સ્થિતિને મૂક દર્શક બની જોઇ શકાય નહીં.તો બીજી બાજુ બોમ્બે હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ છે કે, કોઈ એક વ્યક્તિ(ભાજપા સાંસદ) ભલે કઇ રીતે રેમડેસિવીર જેવી દવા મેન્યુફેક્ચરર પાસેથી સીધી ખરીદીને તેને વહેંચી શકે છે? સાથે જ સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એ સમજાવવાનું કહી રહ્યા છે કે આખરે કોવિડ વેક્સીનોની કિંમતોમાં આટલો તફાવત શા માટે છે.એ પણ પૂછ્યું કે 1લી મેથી જ્યારે 18 થી 45 વર્ષની ઉંમરના લોકો વેક્સીન લેવા આવશે તો તેના માટે શું યોજના બનાવી છે.તો ગુજરાત હાઈકોર્ટે ત્યાંની રાજ્ય સરકારને ફટકારતા કહ્યું કે, તમારું સોગંદનામુ હકીકત જણાવવાને બદલે સ્થિતિની ગુલાબી તસવીર રજૂ કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું- અધિકારોનો ઉપયોગ આ સંકટના સમયમાં નહીં કરશો તો ક્યારે કરશો?
દેશની સર્વોચ્ચ અદાલતે વેક્સીનના ભાવોના તફાવતને લઇ પોતે જ સુઓ મોટો ઉઠાવી લીધો અને મોદી સરકારને પૂછ્યું કે, આ ભાવોમાં જે તફાવત છે તેનો આધાર શું છે.જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ રવિન્દ્ર ભટ અને નાગેશ્વર રાવની બેંચે સરકાર પાસેથી આ વાતનું સોગંદનામું માગ્યું છે.જો વેક્સીન નિર્માતાઓ જુદી જુદી કિંમતો રજૂ કરી રહ્યા છે તો આખરે સરકાર શું કરી રહી છે.સુપ્રીમ કોર્ટે ડ્રગ્સ કંટ્ર્રોલ એક્ટ હેઠળ સરકારને હાંસલ અધિકારોને યાદ અપાવ્યા અને કહ્યું કે આ અધિકારોનો ઉપયોગ આ સંકટના સમયમાં નહીં કરશો તો ક્યારે કરશો?
ગુજરાત હાઈકોર્ટઃ હકીકતના સ્થાને તમે મીઠી મીઠી વાતો કરી છે
20 એપ્રિલના રોજ જે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો તેના આધારે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું. કોર્ટે તેને વાંચીને નાખુશતા વ્યક્ત કરી અને કહ્યું કે, હકીકતના સ્થાને તમે મીઠી મીઠી વાતો કરી છે.ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રેમડેસિવીર વિતરણ પોલિસીને લઇ પૂછ્યું હતું.જોકે, મંગળવારે મુખ્ય મુદ્દો ખાનગી એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ જનારા દર્દીઓને પાછા મોકલવાને લઇ હતો.ફરિયાદ હતી કે, સરકારી હોસ્પિટલો માત્ર સરકારી એમ્બ્યુલન્સથી લાવવામાં આવેલા દર્દીઓને જ દાખલ કરે છે અને ખાનગીવાળાઓને પરત કરી દે છે.ગુજરાત હાઈકોર્ટે રાજ્યની રૂપાણી સરકારને ફટકાર લગાવી છે કે ડૉક્ટર કોઈ દર્દીને એમ્બ્યુલન્સના આધારે ના પાડી શકે નહીં.તો બોમ્બે હાઈકોર્ટમાં પાંચ ખેડૂતોની માગ હતી કે અહમદનગરથી ભાજપા સાંસદ ડૉ. સુજય વિખે સામે કેસ દાખલ કરવામાં આવે.આ ખેડૂતોનો સવાલ હતો કે સાંસદ આખરે કઇ રીતે દિલ્હીમાં રેમડેસિવીરના 10,000 ઈન્જેક્શન સીધી રીતે ખરીદી શક્યા અને તેને અહીં ચાર્ટર્ડ વિમાન દ્વારા લાવી મહારાષ્ટ્રમાં વહેંચી શક્યા.
અદાલતે આ જ સવાલ કેન્દ્ર સરકારને પૂછી લીધો કે આખરે આવું કઇ રીતે થઇ રહ્યું છે. આના પર જ્યારે અસિસ્ટેંટ સોલિસિટર જનરલે કહ્યું કે, આ વાતો તો ન્યૂઝ-રિપોર્ટમાં કહેવામાં આવી છે તો કોર્ટે તેની વાત કાપીને કહ્યું કે, સાસંદે પોતે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે દવા લઇ આવ્યા છે.મધ્ય પ્રદેશ હાઈકોર્ટ કેન્દ્ર સરકારને જણાવી રહ્યા છે કે, ઓક્સિજનની સુનિશ્ચિત સપ્લાઇ કરવી તમારો ધર્મ છે. ઉત્તર પ્રદેશ કે અન્ય કોઇ રાજ્ય સપ્લાઇને રોકી શકે નહીં.