નવી દિલ્હી : દેશમાં કોરોનાનું સંક્રમણ જે રીતે સતત વધી રહ્યું છે અને મૃત્યુઆંક પણ ઉંચો જઈ રહ્યો છે.તેઓ હવે ભાજપ અને આરએસએસમાં પણ તેમની રાજય સરકારો અને કેન્દ્રની મોદી સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે અને હવે તે જાહેરમાં આવી ગયો છે.
દિલ્હીની સંઘની પ્રાંત કારોબારીના સભ્ય રાજીવ તુલીએ દિલ્હી ભાજપ પર આક્રોશ દર્શાવતા કહ્યું હતું.જયારે લાકોની પિડા વધી રહી છે તે સમયે ભાજપના લોકો ગુમ થઈ ગયા છે.તેઓએ ટવીટ કરતા કહ્યું કે દિલ્હીમાં ચારે તરફ કોરોના આગની જેમ ફેલાયો છે તે સમયે ભાજપવાળા કયાં છે?
શું દિલ્હી ભાજપનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે.શ્રી તુલી પ્રત પ્રચાર પ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે અને સંઘમાં એક સન્માનીય નામ ધરાવે છે.જો કે દિલ્હી ભાજપે બચાવ કર્યો કે અમોએ હેલ્પલાઈન નંબર શરુ કર્યો છે.અમારી સાથે જોડાયેલા તબીબો ફોન પર લોકોને માર્ગદર્શન આપે છે.
જો કે ભાજપ સંઘના નેતાઓ ખાનગીમાં સ્વીકાર્ય છે કે અમોને તો અમારા ભાઈઓની મદદ કયાંય દેખાતી નથી.તેના બદલે અદાલત સારુ કામ કરે છે.દિલ્હી ભાજપના એક સીનીયર નેતાએ સ્વીકાર્યુ કે અમારે બહેતર સંકલનની જરૂર હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિલ્હીના રાજ્ય કાર્યકારી સભ્ય રાજીવ તુલીએ કોરોનાની બીજી લહેરમાં દિલ્હી ભાજપના નેતાઓ ઘરમાં પુરાઈ જતાં સવાલો કર્યા છે.તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, દિલ્હીમાં દરેક જગ્યાએ આગ લાગેલી છે,શું કોઈ દિલ્હીવાળાએ ભાજપના નેતાઓને જોયા છે ?
આરએસએસના પૂર્વ પ્રચાર પ્રમુખે લખ્યુ છે કે, દિલ્હી ભાજપ ક્યાં છે ? શુ રાજ્ય કમિટી ભંગ થઈ ગઈ છે ? જો કે, તેમના આ ટ્વિટ પર કોલ કરીને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો,તેમણે કોલ અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધુ. જ્યારે આ મુદ્દા પર દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાને પ્રશ્ન કરવામાં આવ્યો તે, તેમણે કહ્યુ હતું કે, હું તુલીને નથી જાણતો,તથા તેમના ટ્વિટ વિશે પણ મને કોઈ જાણકારી નથી.
ભાજપા દિલ્હી કમિટીના મહાસચિવ હર્ષ મલ્હોત્રાએ તુલીના નિવેદન પર કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ હતું કે, અમે 21 એપ્રિલથી કામ કરી રહ્યા છીએ. ચોવીસે કલાક દર્દીઓને મદદ કરી રહ્યા છીએ. દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.