– ધાર્મિક મેળાવડામાં જગ્યા કરતા ત્રણ ગણી ભીડ એકત્ર થયા બાદ દુર્ઘટના સર્જાઈ
જેરુસાલેમ : ઉત્તર ઈઝરાયલમાં શુક્રવારે યુહૂદી તીર્થ સ્થળ પર મોટાપાયે લોકો એકત્રિત થયા હતા જ્યાં નાસભાગ થતાં 44 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.એક ધાર્મિક મેળાવડામાં આ દુર્ઘટના ઘટી હતી જેમાં 100 લોકોથી વધુ ઘાયલ થયા હતા.રબ્બી શિમોન બાર યોજાઈની કબર મેરોન પાસે આ દુર્ઘટના ઘટી હતી.મોટાપાયે દર વર્ષે યહૂદીઓ લાગ બાઓમર (વાર્ષિક ધાર્મિક રજાઓ) ગાળવા એકત્રિત થતા હોય છે.આ કબર યહૂદી સમાજના પવિત્ર સ્થળોમાં સ્થાન ધરાવે છે.
યહૂદી સમાજના લોકો દર વર્ષે બીજી સદીના મહાન સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા એકત્ર થાય છે અને બાદમાં ત્યાં ડાન્સ પણ કરે છે.ઈઝરાયલમાં તમામ નાગરિકોના રસીકરણ બાદ કોરોનાના હળવા નિયમો થતા આ વર્ષે અહીં નોંધપાત્ર સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.સ્થળની ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ ભીડ એકત્ર થઈ હતી.
પોલીસે આ ઘટનાની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે, કેટલાક શ્રદ્ધાળુઓ દાદરા પર લપસી પડ્યા હતા અને ત્યારબાદ લોકોમાં નાસભાગ મચી હતી.આ દુર્ઘટનામાં 38 લોકોના સ્થળ પર મૃત્યુ થયા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ કેટલાકે દમ તોડ્યો હતો.હજુ પણ સંખ્યાબંધ ઘાયલો હોસ્પિટલમાં હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આને મોટી દુર્ઘટના ગણાવી હતી અને તેમણે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.