આનંદો ! 7 લાખ સરકારી કર્મચારીઓને થશે લાભ, મે મહિનામાં થશે રૂપિયાનો વરસાદ

263

પંજાબ અને હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે મે મહિનો ખુશિયા લઇને આવ્યો છે.આ મહિનામાં તેમને બંપર રકમ મળવાની છે.બંને રાજ્યોની સરકાર કર્મચારીઓને 6th Pay Commissionનો ઉપહાર આપવા જઇ રહી છે.તેનાથી બંને રાજ્યોમાં અંદાજે સાત લાખ કર્મચારીઓઓને લાભ મળવાની સંભાવના છે.

પંજાબમાં લાગૂ

પંજાબની કોંગ્રેસ સરકારે 30 એપ્રિલ 2021 પછી કર્મચારીઓ માટે નવું પગાર ધોરણ લાગુ કરવાની જાહેરાત કરી છે.તેની સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ તેનો અમલ થશે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની સરકાર પંજાબની નીતિઓને ફોલો કરે છે. 2016માં પંજાબમાં છઠ્ઠા પગારપંચ માટે એક પેનલની રચના કરવામાં આવી હતી. તેનો અહેવાલ આવવાનો છે.પગારમાં વધારો જોયા પછી જ લાગુ કરવામાં આવશે.

હિમાચલમાં લાગૂ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર મુજબ પંજાબે નવા પગારપંચનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે,તેથી હિમાચલ સરકાર પણ તેને લાગૂ કરશે. તેનો લાભ કર્મચારીઓને રાજ્યની સરકાર આપશે.સરકારે નવી પેન્શન યોજનાના કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ અને ગ્રેચ્યુટીમાં વધારો કર્યો છે,તેનો લાભ 2003થી 2017 દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને મળશે.તેનાથી તેમને અંદાજે 110 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે નવી પેન્શન યોજના હેઠળ મૂળભૂત પગાર,મોંઘવારી ભથ્થું અને એનપીએનો રાજ્યનો હિસ્સો 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી પંજાબના 3.25 લાખ સરકારી કર્મચારીઓ અને 3 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે.આ સાથે હિમાચલ પ્રદેશના લગભગ અઢી લાખ સરકારી કર્મચારીઓને પણ લાભ થશે.

Share Now