– કોરોના વાયરા વચ્ચે યોજાયેલી ચૂંટણીને લઈ પંચ સામે ઉભા થયેલા સવાલોની ટીપ્પણી પંચની મુશ્કેલી વધારી દે છે
કોરોના સંક્રમણ વધારવામાં ચૂંટણીઓ કારણભૂત હોવાનું ન્યાયતંત્રએ ચૂંટણીપંચ પર માછલા ધોવાના બનાવના પગલે પંચ મદ્રાસ હાઈકોર્ટના શરણે ગયું છે અને ન્યાયમૂર્તિઓ દ્વારા કરવામાં આવતી ટીપ્પણો સમાચારરૂપે પ્રસિધ્ધ ન થાય તે માટે મીડિયા પર અંકુશ હોવું જોઈએ તેવી માગ કરી છે.
કોરોના કટોકટી દરમિયાન ચૂંટણી યોજવાના પંચના નિર્ણયના પગલે અદાલતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.અદાલતને આ અરજીની સુનાવણીમાં એવી ટીપ્પણી કરી હતી કે, કોરોના કટોકટી ઉભી કરવા પાછળ ચૂંટણી કારણભૂત હોય અને ચૂંટણી યોજી કોરોના ફેલાવવા માટે પંચ સામે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.કોર્ટે આ પ્રકારની ટીપ્પણી કરી હતી.તેને લઈ ચૂંટણીપંચે માંગ કરી છે કે, અદાલતોમાં થતી ટીપ્પણીના સમાચાર બનાવવા પર નિયંત્રણ હોવું જોઈએ.ચૂંટણીઓને લઈ કોરોના મહામારીમાં આવેલા ઉછાળાને લઈને અદાલતે પંચ પર આકરા તેવર અખત્યાર કર્યા હતા અને ન્યાયધીશે ટીપ્પણી કરી હતી કે,આવા કાર્ય બદલ હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.
પ્રથમ ખંડપીઠે માધ્યમોમાં ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પર મૌખીક ટીપ્પણીના સમાચારો પ્રસિધ્ધ કરવા પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દીધો હતો.ચૂંટણીપંચની ચૂંટણીઓ યોજવા અંગે ભૂમિકા હોવાનું સ્વીકારી પોંડીચેરીના કેન્દ્ર શાસીત પ્રદેશ અને ચાર રાજ્યમાં કોરોનાના બીજા વાયરામાં ચૂંટણી યોજવા અંગે જવાબદાર ઠેરવ્યું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ બેનર્જી અને ન્યાયમૂર્તિ સેન્થીલકુમાર રામમુર્તિએ કોરોના રસીકરણ અને દર્દીઓને ખાટલા અને વેન્ટીલેટર તેમજ ઓક્સિજનના બાટલા અન્ય રાજ્યમાંથી મંગાવવાની પરિસ્થિતિ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,ક્યાં સુધી પ્રતિક્ષામાં રહીશું.કોરોનાની પરિસ્થિતિમાં જાહેર મેળાવડા અને ચૂંટણીસભાઓથી ઘણુ અનર્થ સર્જી શકે છે.
ચૂંટણીપંચ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, કોર્ટમાં કરવામાં આવતી ટીપ્પણીઓ સમાચાર રૂપે પ્રસિધ્ધ થાય તો પંચ પર મુશ્કેલીઓ વધી શકે છે અને આવી પરિસ્થિતિમાં કામ કરવું અઘરૂ થઈ પડે.આથી મહારાષ્ટ્રના કેરળમાં દાખલ થયેલી અરજીઓ અને ઉચ્ચસ્તરીય સમીતી કેરળમાં જાહેર આરોગ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી.ચૂંટણીપંચે એવી માંગ કરી છે કે, અદાલતમાં કરવામાં આવતી ટીપ્પણીઓને સંબંધીત મુદ્દાઓ સમાચાર રૂપે પ્રસિધ્ધ કરવા કોઈ નિયંત્રણ હોવું જોઈએ.તેમણે પોલીસ પાસે પણ માર્ગદર્શન માગ્યું છે કે, આવા બનાવમાં ફરિયાદ કેમ ન થાય.મદ્રાસ હાઈકોર્ટેે સોમવારે ચૂંટણીપંચ સામે કોરોનાની દેશમાં ઉભી થયેલી બીજી લહેર અને તેના સંક્રમણ માટે જવાબદારી લેવા અને ચૂંટણીઓના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ કારણભૂત હોવાનું જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી સભાઓ અને મીટીંગો યોજવાની પરવાનગી આપી જેનાથી કોરોના મહામારી વકરી હોવાનું જણાવીને આ અંગે પંચને જવાબદાર ઠેરવ્યું હતું. ચૂંટણીપંચે આ તમામ પરિસ્થિતિમાં અદાલત દ્વારા કરવામાં આવતી ટીપ્પણીઓના સમાચાર બનાવતા માધ્યમો પર રોક લગાવવાની માંગ કરી છે.