ટેક્સપેયર્સ માટે મોટી રાહત : હવે 31 મે સુધી પુરૂ કરી શકશો આ કામ, મળી ગઈ વધુ એક મહિનાની છૂટ

312

કોરોના વાયરસની હાલની સ્થિતીને જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ટેક્સ પેયર્સને મોટી રાહત આપી છે.ટેક્સ વિભાગે શનિવારે સત્તાવાર ટ્વિટર હેંડલ પર આ અંગે જાણકારી આપી હતી.ટેક્સ વિભાગ તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યુ હતું કે, કોરોના મહામારીના કારણે ટેક્સ પેયર્સને કેટલીય પ્રકારની અડચણો આવી રહી છે.જેને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્સ ભરવાની અવધિ વધારી દીધી છે.

ઈન્કમ ટેક્સ કાનૂનના ચેપ્ટર XX અંતર્ગત કમીશ્નરથી અપીલની ડેડલાઈનને 31 મે સુધી વધારી દીધી છે.ઈન્કમ ટેક્સ કાનૂનના સેક્શન 144Cની ડિસ્પ્યુટ રિઝોલ્યુએશન પેનલ અંતર્ગત ફાયલિંગની ડેડલાઈન પહેલા 1 એપ્રિલ 2021 હતી.હવે તેના માટે તારીખ 31 મે 2021 નક્કી કરી છે.ઈન્કમ ટેક્સ કાનૂનના સેક્શન 148 અંતર્ગત નોટિસ મળ્યા બાદ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન પહેલા 1 એપ્રિલ 2021 હતી.હવે આ ડેડલાઈન 31 મે 2021 સુધી વધારી દેવામાં આવી છે.ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 139 અંતર્ગત નાણા વર્ષ 2021-22 માટે મોડા ભરાતા ટેક્સ રિટર્નની તારીખ 31 માર્ચ 2021થી વધારીને 31 મે 2021 કરી દીધી છે.

સેક્શન 194-I1, 194-IB અને 194M અંતર્ગત કપાયેલા ટેક્સનું પેમેન્ટ અને આ અંતર્ગત ટેક્સ કપાત પર ચાલાન ફાઈલીંગની ડેડલાઈન પણ વધારીને 31 મે 2021 કરી દેવામાં આવી છે.આ અગાઉ અંતિમ તારીખ 30 એપ્રિલ 2021 સુધી હતી. ફોર્મ નંબર 60 અને ફોર્મ નંબર 61 અંતર્ગત ડિક્લેયરેશનની અંતિમ તારીખ 30 એપ્રિલ 2021 હતી.જેને હવે વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી છે.

Share Now