બોલિવૂડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના કોરોનાથી નિધનના ઉડ્યા સમાચાર, ચાહકોનો શ્રદ્ધાંજલિનો વરસાદ

251

મુંબઈ : કોરોના વાયરસ મહામારી દરમિયાન બોલિવૂડ ખુબજ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એક વર્ષમાં ઘણી ફિલ્મી હસ્તીઓ કોરોનાનો શીકરા થઇ ગય છે.ત્યારે હાલમાં વધુ એક એવાં સમાચાર આવ્યાં છે કે, ફિલ્મ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી પણ કોરોનાની ચેપટમાં આવી ગઇ છે અને તેમનું નિધન થઇ ગયુ છે.

મીનાક્ષી શેષાદ્રી અંગે આ ખબર ફેસબૂક પર વાયરલ થઇ રહી છે. 80નાં દાયકાની આ ટોપ એક્ટ્રેસ અંગે વાયરલ થયેલાં આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઇ નથી.જેમ આ સમાચાર આવ્યાં છે ત્યારથી તેમનાં ફેન્સ શ્રદ્ધાંજલિ આપી રહી છે.જોકે, મીનાક્ષી શેષાદ્રીનાં નિધનની ખબરમાં કેટલી સત્યતા છે તેની પુષ્ટિ થઇ નથી.પણ મીનાક્ષી શેષાદ્રીનાં ફેન્સમાં ચિંતા વધી ગઇ છે.સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી મીનાક્ષી શેષાદ્રીનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

1995માં મીનાક્ષીએ એક NRI ઇનવેસ્ટમમેન્ટ બેન્કર હરિશ મૈસુર સાથે લગ્ન કર્યા હતાં.જે ન્યૂયોર્કમાં રહે છે અને બાદમાં તે હરીશની સાથે ત્યાં જ શિફ્ટ થઇ ગઇ હતી.હાલમાં તે ટેક્સાસનાં ‘પ્લાનો’ શહેરમાં રહે છે.અને ત્યાં એક ડાન્સ સ્કૂલ ચલાવે છે.

અમેરિકામાં રહેતા પણ મીનાક્ષી ભારત અને બોલિવૂડને ભૂલી નથી.તે અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પ રશેર કરતી રહે છે.હવે જ્યારે તેનાં અંગે જે કોરોનાને કારણે નિધનનાં સમાચાર આવ્યાં છે તે અંગે કંઇ જ વધુ માહિતી બહાર આવી નથી. તેથી તેમનાં ફેન્સની ચિંતા વધી ગઇ છે.

જોકે આ પહેલાં જાણીતી એક્ટ્રેસ મુમતાઝનાં નિધનની ખબર વાયરલ થઇ હતી જે ખોટી હતી.આ ઘટનામાં મુમતાઝનાં પરિવારે કહ્યું હતું કે, તેમનાં અંગે આવી ફેક ન્યૂઝ ન ફેલાવવામાં આવે.

Share Now