વડોદરા : વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે પરિવારની મહિલા અને દીકરીઓના નિર્વસ્ત્ર ફોટા એડીટીંગ કરીને બ્લેક મેઇલિંગ કરીને ઓનલાઇન 4.71 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પાદરા ગામમાં પરિવાર સાથે રહું છું અને ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવુ છું.મારા મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, તમારે કોઇ સર્વિસ જોઇએ છે? તેમ કહેતા મે કહ્યું હતું કે, મારે આવી કોઇ સર્વિસની કોઇ જરૂર નથી.સામેવાળાએ જણાવ્યું હતું કે,તમારે અમારો નોર્મલ ચાર્જ 250 રૂપિયા ગુગલ પેથી ચૂકવવો પડશે તેમ કહીને તેઓએ મને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો.જેમાં મે ગુગલ પેથી 250 રૂપિચા ટ્રાન્સફર કર્યાં હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરીથી મારા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમારે 42,876 રૂપિયાનું પેમેન્ટ કરવુ પડશે,નહીં તો તમારા પરિવારના ફોટો વાઇરલ કરી દઇશ અને થોડીવારમાં જ તેણે મારા મોબાઇલ પર મારી પત્ની,દીકરી,ભાભી અને ભાણીના એડિટિંગ કરી નિર્વસ્ત્ર કરેલા ફોટા મોકલ્યા હતા અને તેણે મારી દીકરી સહિત પરિવારના ફોટો વાઇરલ કરીને મને બદનામ કરવાની ધમકી આપી હતી અને અલગ-અલગ નંબરો પર પેમેન્ટ કરવાનું કહ્યું હતું.જોકે, મારી પાસે વધુ રૂપિયા ન હોવાથી મે રૂપિયા ટ્રાન્સફર કર્યા નહોતા અને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પાદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.