રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજન મરાઠી છોકરો : દાઉદ ગેંગમાં છોટા રાજનની ઓળખ ‘નાના’ તરીકેની હતી…વાંચો વિગતે

308

મુંબઈના ચેંબુરના તિલક નગરમાં 1960માં મરાઠી પરિવારમાં એક બાળકનો જન્મ થયો.જેને નામ અપાયું,રાજેન્દ્ર સદાશિવ નિખલ્જે.સદાશિવ થાણેમાં નોકરી કરતા હતા.રાજનને ત્રણ ભાઈ તથા બે બહેનો હતી.પાંચમા ધોરણથી રાજને ભણવાનું છોડી દીધું અને જગદીશ શર્મા ઉર્ફે ગૂંગાની ગેંગમાં સામેલ થઈ ગયો.રાજેન્દ્રે સુજાતા નામની છોકરી સાથે લગ્ન કર્યાં,જેનાથી ત્રણ દીકરીઓ થઈ.1979માં રાજન મુંબઈના સાહાકાર સિનેમાની બહાર ટિકિટોની કાળાબજારી કરતો હતો.એક દિવસ પોલીસે સિનેમાગૃહની બહાર લાઠીચાર્જ કર્યો.આથી ઉશ્કેરાયેલા રાજને પોલીસની લાકડી ખૂંચવી લીધી અને પોલીસકર્મીઓને ઝૂડવાનું શરૂ કરી દીધું,જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા.

આમ પહેલી વખત પોલીસ સાથે રાજેન્દ્રની અથડામણ થઈ.આ ઘટના બાદ અનેક ગેંગ પાંચ ફૂટ ત્રણ ઇંચના રાજેન્દ્રને પોતાના પક્ષે લેવા માગતી હતી.રાજેન્દ્રે બડા રાજનની ગેંગને જોઇન કરી હતી. જ્યારે કૂંજુએ બડા રાજનની હત્યા કરાવી નાખી ત્યારે રાજેન્દ્રે ગેંગને સંભાળી અને તે ‘છોટા રાજન’ બની ગયો.છોટા રાજને તેના ‘બડા રાજન ભાઈ’ની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું.કૂંજુના મનમાં એટલી હદે છોટા રાજનનો ભય પેસી ગયો હતો કે તેણે જીવ બચાવવા 1983માં ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સરન્ડર કરી દીધું.

જોકે, છોટા રાજને હાર ન માની.ચાર મહિના બાદ જાન્યુઆરી 16984માં છોટા રાજને ફરી એક વખત કૂંજુને મારી નાખવા પ્રયાસ કર્યો,પરંતુ તે માત્ર ઘાયલ જ થયો.25 એપ્રિલ 1984ના દિવસે પોલીસ કૂંજુને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાં એક ‘દર્દી’ હાથ પર પ્લાસ્ટર બેસીને બેઠો હતો.કૂંજુ તેની પાસે આવ્યો કે તેણે પ્લાસ્ટર હટાવીને ફાયરિંગ શરૂ કરી દીધું. બોલિવૂડની અનેક ફિલ્મોમાં આ સીન ‘પ્રેરણારૂપ’ બન્યો.ફરી એક વખત કિસ્મતે કૂંજુને સાથ દીધો અને તે બચી ગયો. જોકે, દાઉદ ઇબ્રાહિમ આ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયો.દાઉદે છોટા રાજનને મળવા બોલાવ્યો. આ મુલાકાત બાદ રાજન દાઉદની ગેંગમાં સામેલ થઈ ગયો.થોડા દિવસો બાદ દાઉદની મદદથી છોટા રાજને કૂંજુની હત્યા કરાવી નાખી.આ રીતે બન્ને એકબીજા માટે વિશ્વાસપાત્ર બની ગયા.દાઉદની ગેંગમાં છોટા રાજનની ઓળખ ‘નાના’ તરીકેની હતી.દાઉદના અન્ય એક વિશ્વાસપાત્ર સાગરીત છોટા શકીલને આ નિકટતા ખટકતી હતી.

રાજને દાઉદની ગેંગ માટે બિલ્ડર્સ તથા ધનવાનો પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કરી દીધું.કોઈ કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ લેવો હોય તો ત્રણથી ચાર ટકાનું કમિશન આપવું પડતું હતું.પોલીસ રેકોર્ડ્સ પ્રમાણે, એ અરસામાં માસિક રૂ. 90 લાખ જેટલી રકમની વસૂલાત કરતો.દાઉદે તેના ભાઈ સાબિરની હત્યાનો બદલો લેવાનું કામ છોટા રાજનને સોંપ્યું હતું.પરંતુ રાજન આ કામ પાર પાડે તે પહેલા છોટા શકીલ અને સૌત્યાના માણસોએ હોસ્પિટલમાં ઘૂસીને ભારે ગોળીબાર કરીને હત્યાનો બદલો લીધો.આ સાથે જ ‘ડી’ ગેંગમાં રાજનના પતનની શરૂઆત થઈ. 1993ના બૉમ્બ વિસ્ફોટ બાદ રસ્તા ફંટાઈ ગયા.1993માં મુંબઈમાં શ્રેણીબંધ બૉમ્બ વિસ્ફોટ થયા, જેમાં અનેક લોકોના મોત થયા.વિસ્ફોટો બાદ મુંબઈકરોમાં દાઉદ તથા તેના સાગરીત છોટા રાજન પ્રત્યે નફરત વધી ગઈ.

દાઉદે છોટા રાજન તથા છોટા શકીલ વચ્ચેના મતભેદ દૂર કરવા માટે પ્રયાસ થયા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. છોટા રાજને અખબારોને ફેક્સ કરીને પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.તેણે દાઉદનો પણ બચાવ કર્યો હતો.”

Share Now