1993-94 સુધીમાં છોટા શકીલ તથા છોટા રાજન સામે-સામે થઈ ગયા હતા.રાજને દાઉદ ગેંગનું કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે ભારત પરત ફરવા માગતો હતો.જોકે, છોટા રાજનના વિઝા શેખો પાસે હતા.આ શેખોની મદદથી જ છોટા રાજન દુબઈ પહોંચ્યો હતો.
છોટા રાજનને અંદાજ હતો કે જો તે રોકાશે તો માર્યો જશે. આથી, તેણે દુબઈ છોડવાની તૈયારી કરી હતી.રોના અધિકારીની મદદથી છોટા રાજનનું દુબઈમાંથી નીકળવું શક્ય બન્યું.ત્યાંથી છોટા રાજન કાઠમંડૂ અને ત્યાંથી મલેશિયા જતો રહ્યો.બાદમાં છોટા શકીલ જ દાઉદનો ખાસ માણસ બની ગયો હતો.આગામી કેટલાક વર્ષો સુધી છોટા રાજન છૂપાઈને રહ્યો.
આગામી કેટલાક વર્ષો દરમિયાન છોટા રાજને કુઆલાલમ્પુર,કમ્બોડિયા તથા ઇન્ડોનિયામાં છૂપાઈને રહ્યો.જોકે, રાજનને લાગ્યું કે બેંગકોક સલામત રહેશે.છોટા રાજનની પૂરતી તકેદારી છતાંય છોટા શકીલને છોટા રાજનના ઠેકાણાની માહિતી મળી ગઈ.
સપ્ટેમ્બર-2000માં ચાર હથિયારબંધ શખ્સોએ છોટા રાજનના એપાર્ટમેન્ટમાં છૂપાયેલો હતો.ગોળીબારમાં ઘાયલ છોટા રાજન બેંગકોકની હોસ્પિટલમાં દાખલ થયો.થોડા દિવસો બાદ રાજનને શંકા થઈ કે તેની હત્યા કરાવી દેવામાં આવશે, એટલે તે હોસ્પિટલના ચોથા માળેથી નાસી છૂટવામાં સફળ થયો.2001માં રાજને આ હુમલાનો બદલો લીધો અને છોટા શકીલની ગેંગના બે ખાસ માણસોની હત્યા કરાવી.