2001 પછી છોટા રાજન ક્યાં રહ્યો, તે અંગે કોઈને ખાસ માહિતી ન હતી.જોકે, જૂન-2011માં ફરી એક વખત છોટા રાજનનું નામ ચર્ચામાં આવ્યું હતું.મુંબઈના અખબાર ‘મીડ-ડે’ના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર જ્યોતિર્મય ડેની મુંબઈના પવઈ ખાતે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.એ હત્યા અને ત્યારબાદ 2013માં બિલ્ડર અજય ગોસાલિયા તથા અરશદ શેખની હત્યાના કેસોમાં પણ છોટા રાજનની ગેંગના લોકોના નામ આવ્યા.
ઇન્ટરપોલે છોટા રાજનને પકડી પાડવા માટે ‘રેડ કોર્નર’ નોટિસ કાઢી.મુંબઈમાં પત્રકારોએ જે ડેના હત્યારાઓને ઝડપી લેવા દેખાવો યોજ્યા હતા.2015માં એવા અહેવાલ આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં છોટા રાજન પર હુમલો થયો હતો.જીવ બચાવવા રાજન ત્યાંથી ઇન્ડોનેશિયાના બાલિ નાસી છૂટ્યો.અહીંથી રાજનની ધરપકડ કરવામાં આવી.નવેમ્બર 2015માં તેને ભારત લાવવામાં આવ્યો.ડ્રગ્સ,હથિયાર,ખંડણી વસૂલાત,તસ્કરી તથા હત્યાના લગભગ 70 કેસોમાં છોટા રાજન આરોપી છે.તેને પત્રકાર જે ડેની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.