નવી દિલ્હી : સહારા ગૃપના સુપ્રીમો સુબ્રતો રાયે પોતાના ઇન્વેસ્ટરોને સંબોધન કર્યુ હતું તેમણે જણાવેલ કે હાલની પરિસ્થિતિમાં સહારાના ૮ જેટલા મોટા વ્યવસાયીક સ્ત્રોત ફસાયા છે.જેના કારણે લેણદારોને ચુકવણી કરવામાં સપ્ટેમ્બર સુધીનો વિલંબ થવાની શકયતા છે.
સુબ્રતો રોયે જણાવેલ કે કોરોનાના લીધે ખુબ જ પરેશાની થઇ છે.અમેરીકાના સહીત અન્ય દેશોમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબીત થઇ છે.ઘણા બનતા કામ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે કોરોનાથી બાધીત થયા છે.એક મામલામાં ૧૪૭૦૦ કરોડની રકમ વિદેશથી સહારા માટે આવી છે પણ મુંબઇની એક નીચલી કોર્ટમાં મામલો ફસાયો છે.મુંબઇમાં લોકડાઉનના લીધે કોર્ટ ૪ કલાક ખુલે છે. ઉચ્ચ કોર્ટમાં જવાની તૈયારી પણ કરાઇ છે પણ ૬ મે થી ૭ જુન સુધી મુંબઇ હાઇકોર્ટ શુન્યવાકાશના લીધે બંધ રહેશે.જેથી ૭ જુનના રોજ ખુલતી કોર્ટમાં સુનાવણી માટે મામલો હાથ ધરાશે અને ૧ મહીનામાં સુલજી જશે અને ત્યાર બાદ ૧પ દિવસમાં રકમ અમારા સુધી પહોંચી જશે.જો કોરોના વધુ વિકરાળ ન બનેે તો.
સુબ્રતો રોયે પોતાના રોકાણકારોને સપ્ટેમ્બર સુધીમાં તમામ રકમ વ્યાજ સાથે ચુકવવાની બાંહેધરી પણ આપેલ. ઉપરાંત તેમણે મિલ્કત વેચવા અંગે પણ જણાવેલ કે આ મિલ્કતો ખુબ જ મોટી છે અને કોરોનાના સમયમાં તેની યોગ્ય કિંમત મળવી મુશ્કેલ છે.