24 કલાકમાં 18,08,344 ટેસ્ટ થયા જેમાંથી 4,01,078 પોઝિટિવ, 4187ના મોત

298

સમગ્ર દેશમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ વેક્સીનના ડોઝમાંથી 66.81% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં વેક્સીનના લગભગ 23 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.કોરોના વિરોધી વેક્સીનેશન કવાયતના 112મા દિવસે (7 મે 2021ના રોજ) દેશભરમાં વેક્સીનના કુલ 22,97,257 ડોઝ આપવામાં આવ્યા હતા.આમાં, 18,692 સત્રોનું આયોજન કરીને 9,87,909 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 13,09,348 લોકોએ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,79,30,960 સુધી પહોંચી ગઇ છે.રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.90% નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,18,609 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.નવા સાજા થનારા કુલ કેસોમાંથી 71.93% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

આજદિન સુધીમાં સમગ્ર દેશમાં કુલ 30 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે એકંદરે પોઝિટિવિટી દર હાલમાં 7.29% છે. 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (15,864) કરતાં ઓછી છે. 15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 4,01,078 દર્દીઓ સંક્રમિત થયા છે.નવા નોંધાયેલામાંથી 70.77% કેસો 10 રાજ્યોમાં છે.

દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં નવા 54,022 દર્દી સંક્રમિત થયા છે.ત્યારબાદ આવતા ક્રમે,કર્ણાટકમાં એક દિવસમાં 48,781 જ્યારે કેરળમાં નવા 38,460 કેસ નોંધાયા છે.ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 37,23,446 સુધી પહોંચી છે.દેશમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 17.01% થઇ ગયો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 78,282 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 80.68% દર્દીઓ માત્ર બાર રાજ્યોમાં છે.રાષ્ટ્રીય મૃત્યુદર ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,187 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 77.29% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (898) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 592 દર્દી મૃત્યુ પામ્યા છે.ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી,મિઝોરમ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

Share Now