ખેડૂત આંદોલનમાં બંગાળથી આવેલી યુવતિ પર રેપ, ચાર ખેડૂત નેતા સહિત 6 લોકો સામે ફરિયાદ

272

– યુવતીનું કોરોનાના કારણે મોત થયું, તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી

નવી દિલ્હી, તા. 10 મે : ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા સાત મહિનાથી દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને એક મોટો ખુલાસો થયો છે.હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર આંદોલનમાં સામેલ થવા પશ્ચિમ બંગાળથી એક યુવતી આવી હતી,ત્યારબાદ આંદોલનમાં સામેલ ચાર ખેડૂત નેતાઓએ તેનો રેપ કર્યો છે. આ યુવતીનું હાલમાં જ કોરોનાના કારણે મોત થયું છે.પોલીસે આ અંગે કેસ નોંધ્યો છે,પરંતુ આરપીઓ પોલીસની પકડથી બહાર છે.

હરિયાણા પોલીસે મૃત યુવતીના પિતાની ફરિયાદ પર ચાર ખેડૂત સહિત આંદોલન સાએ જોડાયેલ બે મહિલાઓ સામે એફઆઇઆર નોંધી છે.યુવતીના પિતાએ કહ્યું કે યુવતી પર ચારેય ખેડૂત નેતાઓએ ત્યારે રેપ કર્યો,જ્યારે તે ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હીની ટિકરી બોર્ડર પર ગઇ.યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે.સોશિયલ આર્મી ચલાવનાર અનૂપ અને અનિલ માલિક સહિત 4 લોકો પર પોલીસે એફઆઈઆર નોંધી છે.

પોલીસે તમામ આરોપીઓ પર અપહરણ,ગેંગરેપ,બ્લેકમેલિંગ અને બંધક બનાવવા તેમજ ધમકી આપવાના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે.આ ઘટના અંગે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા અન્ય નેતઓ કંઇ પણ બોલવા માટે તૈયાર નથી.જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી મૃત યુવતી સાથે કંઇક ખોટું થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.આ બધા વચ્ચે 30 એપ્રિલના દિવસે તે યુવતીનું કોરોનાના કારણે મોત થયું છે.જેના 4 દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

યુવતીના મોત બાદ તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે કે ચાર ખેડૂત નેતાઓએ તેમની દીકરી પર રેપ કર્યો છે.આ કેસમાં બે મહિલા વોલેન્ટિયર ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર ગત 11 એપ્રિલના દિવસે યુવતી આરોપીઓ સાથે બંગાળથી દિલ્હી આવી હતી.આ સંદર્ભે કિસાન સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક મળી હવાની પણ ચર્ચા થઇ રહી છે.

Share Now