સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (સીબીઆઈસીએ) લીધેલા એક મહત્વના નિર્ણયમાં વેપાર ઉદ્યોગને તરલ રાખીને પ્રોત્સાહિત કરવા માટે આયાત અને નિકાસ માટે જૂન મહિના દરમિયાન કસ્ટમ બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવી છે. આયાત-નિકાસકારોએ જૂનની 30 સુધીમાં બોન્ડ પાછળથી આપવાની સવલત આપવામાં આવી છે.ઈન ડાયરેકટ ટેક્સ વર્તુળોએ જણાવ્યું હતું કે, વેપારીઓ અને નિકાસકારો તરફથી આવી પરિસ્થિતિમાં બોન્ડ ભરવામાં લોકડાઉન સહિતની વિસંગત સ્થિતિમાં મુશ્કેલીઓ સર્જાતી હોય યોગ્ય કરવાની માંગણી આવી હતી.કસ્ટમ ક્લીયરન્સ મેળવવા માટે સમય ઓછો જાય તે માટે બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવી છે.જૂન 30 2021 સુધીમાં આયાતકાર અને નિકાસમાં બોન્ડ જુલાઈ 15, 2021 સુધીમાં જમા કરાવવાની સવલત આપવામાં આવશે.ગયા વર્ષે પણ સીબીઆઈસીએ
આયાત-નિકાસકારોને બોન્ડ ભર્યા વગર જ માલની આવક-જાવક કરવાની છુટ આપી હતી.એએમઆરજીના રજત મોહને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં આ સવલત આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગના સંચાલન માટે મોટી રાહતરૂપ બની રહેશે.