હમાસે ઈઝરાયલ પર છોડ્યા 5 મિનિટમાં 137 રોકેટ, એક ભારતીય મહિલાનું મોત

309

– બે દીવાસ્માસ 600 રોકેટ ફાયર કરાયા : ઇઝરાયલના અનેક શહેરોમાં ઇમર્જન્સી

હમાસ દ્વારા દક્ષિણ ઇઝરાઇલ પર કરવામાં આવેલા રોકેટ હુમલામા એક ભારતીય સહિત બે મહિલાઓના મોત નીપજ્યાં છે.આ હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે.ઇઝરાઇલી સેનાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે.મળતી માહિતી મુજબ ઇઝરાઇલ પર થયેલા હુમલામાં 32 વર્ષીય ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું મોત નીપજ્યું છે.

ટાઇમ્સ ઓફ ઈઝરાયેલે સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે સૌમ્યાનું તે સમયે મૃત્યુ થયું હતું જ્યારે તેમના મકાનમાં રહેતા એક 80 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સૌમ્યાના ઘર પર રોકેટ વડે હુમલો થયો હતો.
સૌમ્યા સંતોષ ઇઝરાઇલમાં કેરટેકર તરીકે કામ કરતો હતો.સૌમ્યાના મૃત્યુ પછી તેની નવ વર્ષની પુત્રી અને પતિ બચી ગયા છે. સોમવારથી ગાઝાથી ઇઝરાઇલ પર થયેલા હમાસ હુમલોમાં આ પહેલું મોત છે.હમાસે સોમવારથી ઇઝરાઇલ પર સેંકડો રોકેટ છોડ્યા છે.સમાચાર એજન્સી અનુસાર,હુમલો થયો ત્યારે સૌમ્યા તેના પતિ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી રહી હતી પરંતુ અચાનક આ હુમલો થયો અને વીડિયો કોલ અટકી ગયો હતો.

5 મિનિટમાં 137 રોકેટ છોડ્યા

હમાસ તરફથી જણાવવામાં આવ્યું કે તેણે માત્ર 5 મિનિટમાં 137 રોકેટ છોડવામાં આવ્યા છે.ટાઇમ્સ ઓફ ઇઝરાઇલના જણાવ્યા અનુસાર, ઇઝરાઇલના દરિયાકાંઠાના શહેર તરફ મોટા પ્રમાણમાં ફાયર કરવામાં આવતા રોકેટને કોઈ તકનીકી સમસ્યાને કારણે રોકી શકાઈ નહીં, જેના કારણે નુકસાન થયું છે.ઇઝરાઇલી સુરક્ષા દળોએ શહેરના રહેવાસીઓને દિવસ દરમિયાન શહેરની ઇમારતોનાં રિપેરીંગ માટેની સૂચના આપી છે કે જેને આ હુમલામાં અસર થઈ છે.

રોકેટ હુમલામાં ભારતીય કેરટેકરની હત્યા બાદ કેન્દ્રીય પ્રધાને શોક વ્યક્ત કર્યો છે.ભારતના કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને કહ્યું કે તેમણે સંતોષના પરિવાર સાથે વાત કરી છે.કેન્દ્રીય મંત્રીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, ગાઝાના રોકેટ હુમલામાં શહીદ થયેલા સૌમ્યા સંતોષના પરિવાર સાથે વાત કરતા તેઓએ સંવેદના વ્યક્ત કરી હતી અને તેઓને તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી હતી.અમે આ હુમલાઓ અને હિંસાની નિંદા કરી છે અને બંને પક્ષોને સંયમ રાખવાની વિનંતી કરી છે.

ઇઝરાઇલમાં સોમવાર સાંજથી 630 થી વધુ રોકેટ ફાયર થયા છે, જેમાં 200 જેટલા આયર્ન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે 150 તેમના લક્ષ્‍યોને પહોંચી વળવા અસમર્થ હતા.આ બધાની વચ્ચે યુએનએ ઇઝરાઇલને ગાઝામાં મહત્તમ સંયમ રાખવા જણાવ્યું છે.યુએનના સેક્રેટરી જનરલે કહ્યું કે ગાઝા અને ઇઝરાઇલી હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં જાનહાનીથી તેઓ દુ:ખી છે.

Share Now