પાછલા ઘણાં દિવસોથી ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.આ બંને દેશો વચ્ચે જંગ શરૂ થઇ છે,જેણે હવે ભીષણ રૂપ લઇ લીધું છે.આ જંગમાં બાળકોથી લઇ લોકોના મરવા સુધીની ખબરો સામે આવી રહી છે.જેમાં હાલમાં જ એક ભારતીય મહિલાનું મોત થયું છે.ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની આ જંગમાં હવે કંગનાએ ઝંપલાવ્યું છે.ઘણાં કલાકારો આ બે દેશો વચ્ચે થઇ રહેલા યુદ્ધ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.ઈરફાન પઠાણે હાલમાં જ પેલેસ્ટાઇનના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી.જેના પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે.ત્યાર બાદ બંને કલાકારો સામસામે આવી ગયા છે.
ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઇ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત સામસામે આવી ગયા છે.ઈરફાને મંગળવારે ટ્વીટ કરી પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું હતું. ઈરફાને ટ્વીટ કરી હતી કે, જો તમારામાં જરા પણ માનવતા છે તો તમે જે પેલેસ્ટાઇનમાં થઇ રહ્યું છે તેનું સમર્થન કરશો નહીં.
ઈરફાનની આ ટ્વીટ જોયા પછી કંગના રણૌતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે.કંગનાનું ટ્વીટર અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું અને ત્યાર પછી કંગના હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક્ટિવ બની છે.કંગનાએ એક ધારાસભ્ય દિનેશ ચૌધરીની ટ્વીટ શેર કરી. જેમાં લખ્યું હતું, ઈરફાન પઠાણને બીજા દેશથી તો આટલો લગાવ છે પણ પોતાના દેશમાં બંગાળ પર ટ્વીટ કરી નહીં.
હવે તેના જવાબમાં ઈરફાન પઠાણે જવાબ આપ્યો કે, મારી બધી ટ્વીટ માનવતા કે દેશવાસીઓ માટે હોય છે.જેમાં તે વ્યક્તિના વિચાર હોય છે જેણે દેશનું સર્વોચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે.બીજી તરફ મને એવા લોકો ટાર્ગેટ કરી રહ્યા છે જેમકે કંગના કે જેનું અકાઉન્ટ નફરત ફેલાવાના કારણે સસ્પેન્ડ કર્યું છે અને અમુક એવા લોકો જેમના પેડ અકાઉન્ટથી માત્ર નફરત ફેલાવાઇ છે.
તમને જણાવી દઇએ કે, કંગના રણૌતનું ટ્વીટર અકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.ટ્વીટર દ્વારા કંગના કશું પણ વિચાર્યા વિના બોલતી રહેતી હતી.એવામાં પશ્ચિમ બંગાળ ચૂંટણી પછી થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા કંગનાએ નફરત ફેલાવાનું કામ કર્યું હતું,જેને લઇ તેનું ટ્વીટર અકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે.જોકે, ટ્વીટર પછી હવે કંગના ઈન્સ્ટાગ્રામ દ્વારા સામાજિક અને રાજકીય વિષયો પર પોતાનો વિચાર રજૂ કરી રહી છે.