ઇઝરાયલ પર પેલેસ્ટાઇની ચમરપંથીઓના થઇ રહેલા હુમલાને વખોડતુ ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયલ

274

છેલ્લાં કેટલાંય વર્ષોની તુલનામાં સૌથી ખરાબ કહી શકાય એવી હિંસા છેલ્લા થોડા દિવસોથી ઇઝરાયલ સેના અને પેલેસ્ટાઇની ચમરપંથીઓ વચ્ચે થઇ રહી છે.પેલેસ્ટાઇની ચમરપંથીઓ દ્વારા થઇ રહેલા હુમલામાં ઇઝરાયલમાં અનેક લોકોના મૃત્યુ થઇ રહ્યા છે,અનેક લોકો ઘાયલ થઇ રહ્યા છે,ભારે ખુવારી થઇ રહી છે.પેલેસ્ટાઇની ચમરપંથીઓ દ્વારા થઇ રહેલા આ હુમલાની ઘટનાને અમાનવીય કૃત્ય ગણાવીને ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયલ વખોડી કાઢે છે તેની સાથે સાથે આ પ્રકારના હુમલાને તાત્કાલીક બંધ કરાવવા ભારત સરકાર સહિત આંતરરાષ્ટ્રિય સમુદાયને દરમિયાનગીરી કરવા પણ અપીલ કરે છે.

ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયલના વડોદરા સ્થિત નીકીતન કોન્ટ્રાક્ટર,વડોદરાના પૂર્વ મેયર ડો. જીગીશાબેન શેઠ,પૂર્વ મેયર ભરતભાઇ શાહ,કવિતા મારૂડકર સહિત અન્ય સભ્યોએ પેલેસ્ટાઇની ચમરપંથીઓ દ્વારા ઇઝરાયલના એક્સેલોન સહિત વિવિધ શહેરમાં કરવામાં આવી રહેલા રોકેટ હુમલાઓની ઘટનાની સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયેલના માધ્યમથી વડોદરા અને ઇઝરાયલના એસ્કેલોન શહેર વચ્ચે ટ્વીન સિટીના કરાર થયા છે.આ એસ્કેલોન શહેર ઇઝરાયલના દક્ષિણે ગાઝાને અડીને આવેલુ છે.આ શહેરમાં રવિવારથી પેલેસ્ટાઇની ચમરપંથીઓ દ્વારા રોકેટ હુમલાઓ થઇ રહ્યા છે.જેમાં આખા શહેરના રહીશો સલામત સ્થળે આશ્રય લઇ રહ્યા છે. આ મામલે એસ્કેલોન શહેરના પૂર્વ ડે. મેયર રીકી શાયની સાથે ફ્રેન્ડઝ ઓફ ઇઝરાયલના નીકીતન કોન્ટ્રાક્ટરે વાતચીત કરી હતી.આ દરમિયાન રીકી શાયે જણાવ્યુ હતુ કે, છેલ્લા ત્રણ દિવસથી રોજના અઢિસોથી વધુ રોકેડ હુમલાઓ પેલેસ્ટાઇની ચમરપંથીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓનો ઇઝરાયલ સેના દ્વારા મુકાબલો કરવામાં આવી રહ્યો છે.પેલેસ્ટાઇની ચમરપંથીઓના હુમલામાં બે વ્યક્તિઓના મોત થયા છે.જ્યારે ૪૦ બાળકો સહિત ૭૪ જેટલા લોકો ઘાયલ થયા છે.માર્યા ગયેલાઓ એક ભારતીય મૂળની મહિલાનો પણ સમાવેશ થાય છે. સહુમી સંદુષ (ઉ.૩૨) નામની કોચીનની મહિલા વિદેશી વર્કર તરીકે રહેતી હતી.એક ખાનગી મકાનને હુમલામાં નિશાન બનાવવામાં આવતાં આ મહિલાનું તેમાં મોત નિપજ્યુ છે.આ મહિલા નવ વર્ષના બાળકની માતા છે.જે બાળક હાલમાં ભારતમાં છે.

રીકી શાયના જણાવ્યા પ્રમાણે પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે રૉકેટ હુમલાઓમાં ગાઝા અને ઇઝરાયેલમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે.સોમવારે રાત્રે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ જેરૂસલેમ તરફ રૉકેટ છોડ્યા,ત્યાર બાદ સ્થિતિ વધારે વણસી છે.તેના જવાબમાં ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓને નિશાન બનાવીને ઍરસ્ટ્રાઇક કરી હતી.સોમવારે જેરૂસલેમના પવિત્ર સ્થળ પાસે થયેલા ઘર્ષણમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા,ત્યાર બાદ પેલેસ્ટાઇની ચમરપંથીઓ હુમલા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Share Now