ચિત્રકૂટ: ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં બે જૂથો વચ્ચે ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં જેલમાં બંધ બે બદમાશોની હત્યાના અહેવાલ છે.માર્યો ગયેલો એક બદમાશ બાહુબલી વિધાયક મુખ્તાર અન્સારીનો નીકટનો મેરાજ હતો.માર્યો ગયેલો બીજો બદમાશ મુકીમ કાલા છે.હત્યા કરનારા ગેંગસ્ટર અંશુ દિક્ષિતને જેલ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.
મુકીમ કાલા અને મેરાજની હત્યાનો આરોપ ગેંગસ્ટર અંશુ દિક્ષિત પર લાગ્યો છે.તેને હાલમાં જ સુલ્તાનપુર જેલથી ચિત્રકૂટ જેલ શિફ્ટ કરાયો હતો.અશુ પૂર્વાંચલનો મશહૂર ગેંગસ્ટર હતો. ચિત્રકૂટ જેલ પોલીસે આ ઘટના બાદ તેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.આ બાજુ મુકિમ કાલા પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ઈનામી ગેંગસ્ટર હતો અને મેરાજ બાહુબલી વિધાયક મુખ્તાર અન્સારીનો નિકટનો સાથી હતો.
મુખ્તારનો ખાસ સહયોગી હતો મેરાજ ઉર્ફે મેરાજુદ્દીન
ફાયરિંગની જાણ થતા જ પોલીસે ચિત્રકૂટને છાવણીમાં ફેરવી દીધી. ગેંગસ્ટર અંશુ દિક્ષિતે પોલીસ પર ફાયરિંગનો પ્રયત્ન કર્યો પરંતુ અથડામણમાં માર્યો ગયો.સૂત્રોનું માનીએ તો મેરાજ ઉર્ફે મેરાજુદ્દીન મુન્ના બજરંગીની હત્યા બાદ બાહુબલી વિધાયક મુખ્તાર અન્સારીનો ખાસ સાથી બની ગયો હતો.તે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મુખ્તારનું કામ જોતો હતો.જેમાં મુસ્તકીમ કાલા તેને મદદ કરતો હતો.
ગેંગસ્ટર અંશુ દિક્ષિતે 5 કેદીઓને બંદી બનાવ્યા હતા
ચિત્રકૂટ જેલ પ્રશાસને જણાવ્યું કે અંશુ દિક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીને માર્યા બાદ પાંચ કેદીઓને બંધક બનાવ્યા હતા.જેલ પ્રશાસને અંશુને કેદીઓને છોડવા અપીલ કરી હતી પરંતુ તે માન્યો નહીં.પોલીસ અને અંશુ વચ્ચે અથડામણ શરૂ થઈ જેમાં તે માર્યો ગયો.હાલ જેમાં ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે.
મેરાજે ગત વર્ષ કર્યું હતું આત્મસમર્પણ
ગત વર્ષ 3 સપ્ટેમ્બરે વારાણસીના જેતપુરા મથકે મેરાજ વિરુદ્ધ શસ્ત્ર લાઈસન્સના નવીનીકરણમાં ફર્જીવાડા કરવાના આરોપમાં મામલો નોંધાયો હતો.પોલીસ તેની ધરપકડ માટે દરોડા પાડતી રહી અને તે ભાગતો રહ્યો.થોડા દિવસ બાદ તેણે વારાણસીમાં જ આત્મ સમર્પણ કર્યું હતું.
મુકીમ કાલા પર ડકૈતી અને હત્યાનો આરોપ
આ બાજુ મુકીમ કાલા ગેંગે 15 ફેબ્રુઆરી 2015ના રોજ સહારનપુરના તનિષ્ક જ્વેલરી શોરૂમમાં ડકૈતી કરી હતી.મુકીમ કાલા અને તેની ગેંગ પર બે સગા ભાઈઓની હત્યા અને સહારનપુરમાં યુપી પોલીસના સિપાઈ રાહુલ ઢાકાની હત્યાનો પણ આરોપ છે. યુપી એસટીએફએ 20 ઓક્ટોબર 2015ના રોજ મુકીમ કાલા અને તેના શાર્પ શૂટર સાબિર જંઘેડીની ધરપકડ કરી હતી.
અંશુ 2014માં પકડાયો હતો
સીતાપુર નિવાસી અંશુ દિક્ષિત અનેક ગુના મામલે ફરાર હતો.તે 2014 આવતા આવતા તો યુપી પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો.એ જ વર્ષે 5 ડિસેમ્બરે યુપી એસટીએફને ખબર મળી કે અંશુ ગોરખપુરમાં છે અને અહીંથી નેપાળ ભાગવાની ફિરાકમાં છે.ગોરખનાથ મંદિર વિસ્તારમાં યુપી એસટીએફ સાથે અથડામણમાં અંશુની ધરપકડ થઈ.