ઈઝરાયેલે એક જ રાતમાં ૧૦૦૦ રોકેટ છોડયાં : હમાસના ૧૧ કમાન્ડર માર્યા ગયા, મૃત્યુઆંક ૮૩ થયો

280

ઈઝરાયેલ અને હમાસ સંગઠન વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ ગઈ છે. ૨૦ વર્ષ પછી સામ-સામા હજારો રોકેટ હુમલા થયા હતા.હમાસ આતંકવાદી સંગઠને એક પછી રોકેટ છોડયા હતા.તેના જવાબમાં ઈઝરાયેલે એક જ રાતમાં ૧૦૦૦ રોકેટ હુમલાં કર્યા હોવાનો દાવો થયો હતો.મૃત્યુ આંક ૮૩ થયો હોવાનું એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.

ઈઝરાયેલે હમાસ સંગઠનને વળતો જવાબ આપીને લગભગ ૧૦૦૦ કરતાં વધુ રોકેટ છોડયા હતા.એમાં હમાસના ૧૧ કમાન્ડર માર્યા ગયા હોવાનો દાવો થયો હતો.ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૮૩ લોકોનાં મોત થયા હતા એવું ગાઝા હેલ્થ ઓફિસરે કહ્યું હતું. ૪૮૦ કરતાં વધુને ઈજા પહોંચી છે.તેની સામે સાત લોકો ઈઝરાયેલમાં માર્યા ગયા હોવાનો દાવો થયો હતો.ઈઝરાયેલમાં મૃત્યુઆંક વધ્યો હોવાના અહેવાલો રજૂ થયા ન હતા.

સતત હવાઈ હુમલા થતાં ઈઝરાયેલના પાટનગરમાં આવતી બધી જ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી અથવા તો ડાઈવર્ટ કરવાની નોબત આવી હતી.ગાઝા પટ્ટીમાં ભારે હુમલા થતાં આખા વિસ્તારનું આકાશ ઘુમાડાથી છવાઈ ગયું હતું.યુએનની સુરક્ષા પરિષદે આ હુમલા અટકાવવાની અપીલ કરી હતી.જેરુસલેમ યહૂદીઓ ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મનું પવિત્ર ધર્મસ્થાન છે.એવા સમયે ક્રિસ્ટન દેશોએ પણ તંગદિલી ઘટાડવા માટે અપીલ કરી હતી.ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે અમારા નાગરિકોના રક્ષણ માટે દરેક હુમલાનો આક્રમક જવાબ આપીશું.

૨૦ વર્ષ પછી સામ-સામા સૌથી વધુ રોકેટ હુમલા થયાં

આ તંગદિલી વચ્ચે ઈજિપ્તનું પ્રતિનિધિમંડળ ઈઝરાયેલના પાટનગર તેલ અવીવમાં પહોંચ્યું હતું.આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ બંને તરફ શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૃ કર્યા છે.ઈઝરાયેલના પાટનગરમાં પહોંચતા પહેલાં ઈજિપ્તના શાંતિદૂતોએ હમાસ લીડર્સ સાથે પણ વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં વર્ષોમાં બંને પક્ષે ૨૦૧૪માં સૌથી મોટો સંઘર્ષ થયો હતો. એ વખતે ૫૦ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું.તે પહેલાં ૨૦૦૦ના વર્ષમાં સામ-સામે રોકેટ મારો થયો હતો.ઈઝરાયેલનો નવા દેશ તરીકે જન્મ થયો ત્યારથી જ ઈસ્લામ દેશો અને ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ થતું આવે છે.ઈજિપ્ત સાથે ૮૦-૯૦ના દશકામાં શાંતિમંત્રણા થઈ પછી શસ્ત્રવિરામ થયો હતો. તેમ છતાં થોડાં થોડાં સમયે યુદ્ધ જામી પડે છે

Share Now