નવી દિલ્હી, તા. 15 મે : ઇઝરાયલ ગાઝા પર સતત હવાઇ હૂમલાઓ કરી રહ્યું છે. ત્યારે આજે ફરી વખત ઇઝરાયલે ગાઝા શહેરમાં એક બહુમાળી ઇમારત પર રોકેટનો મારો ચલાવ્યો છે.જેના કારણે જોતજોતામાં તે બહુમાળી ઇમારત જમીનદોસ્ત થઇ ગઇ. ખાસ વાત એ છે કે આ ઇમારતની અંદર અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસની ઓફિસ હતી.આ ઇમારતમાં એસોસિએટેડ પ્રેસ (એપી),અલજજીરા સહિત અનેક ન્યૂઝ એજન્સીઓની ઓફિસ હતી.
ઇઝરાયલે લગભગ એક કલાક પહેલા ચેતવણી આપી હતી કે ઇમારતમાંથી મીડિયાકર્મીઓ દૂર થઇ જાય કેમકે તેઓ ત્યાં એટેક કરવાના છે.આ ચેતવણી બાદ તમામ મીડિયાકર્મીઓ ત્યાંથી નિકળી ગયા.જેના કારણે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.
એવું જાણવા મળી રહ્યું છે કે હમાસ સાથેની પોતાની લડાઇમાં ઇઝરાયલને સૂચના મળી હતી કે આ ઇમારતમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે.ત્યારબાદ તણે ઇમારત પર રોકેટ વડે હૂમલો કર્યો છે.
ચેતવણીના એક કલાકની અંદર લોકોને આ ઇમારત ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક એમ અનેક રોકેટ વડે હૂમલા કરવામાં આવ્યા અને આ ઇમારતને જમીનદોસ્ત કરવામાં આવી.આ અંગે હજુ સુધી ઇઝરાયલ તરફથી કોઇ સપષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.
આ પહેલા ગાઝા સિટીમાં થયેલા હૂમલામાં ઓછામાં ઓછા 10 ફલસ્તીનિયોના મોત થયા હતા,જેમાં મોટાભાગના બાળકો હતા.ગાઝાના ઉગ્રવાદી હમાસ શાસકો સાથીની લડાઇ શરુ થયા બાદ ઇઝરાયલના હૂમલામાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધું સંખ્યા છે.