ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના વિવાદમાં હવે અમેરિકાની એન્ટ્રી, અબ્બાસ અને નેતન્યાહૂએ બાઈડેન સાથે કરી વાત

266

રામલલા: પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને ઈઝરાયેલ સાથે ચાલુ ઘર્ષણમાં હસ્તક્ષેપ કરવાનો અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહ્વાન કર્યું છે. આ ઉપરાંત ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ ગાઝાની સ્થિતિને લઈને બાઈડેન સાથે વાતચીત કરી છે.

શાંતિ ઈચ્છે છે પેલેસ્ટાઈન

પેલેસ્ટાઈનની સરકારી સમાચાર એજન્સી વાફાએ શનિવારે જાણકારી આપી કે અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કરીને તેમને પેલેસ્ટાઈન વિસ્તારમાં ચાલુ હિંસા અંગે તાજી જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી વિસ્તારમાં ઈઝરાયેલી કબ્જો નહીં હટે ત્યાં સુધી વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો શાંતિ ઈચ્છે છે.બાઈડેને પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિતક રવા માટે હિંસા ઓછી કરવા પર ભાર મૂક્યો.

બાકી લોકોને નુકસાનથી બચાવવાની કોશિશ

નેતન્યાહૂની ઓફિસ તરફથી બહાર પડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલી નેતાએ બાઈડેનને ઈઝરાયેલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહી કે સંભવિત કાર્યવાહી અંગે જાણકારી આપી. તેમણે બાઈડેનનો ‘આત્મરક્ષાના અધિકારનો અમેરિકા દ્વારા બિનશરતી અપાયેલા સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો.’ આ દરમિયાન નેતન્યાહૂએ એ વાત પર ભાર મૂક્યો કે ઈઝરાયેલ દ્વારા એ બાબતે પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે લોકો હિંસામાં સામેલ નથી તેમને નુકસાનથી બચાવવામાં આવે.

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, અનેક આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલયો ધરાશાયી

અત્ર જણાવવાનું કે બાઈડેન અને નેતન્યાહૂ વચ્ચે આ વાતચીત શનિવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝા સ્ટીમાં એક બહુમાળી ઈમારતને નિશાન બનાવવા અને તેને ધ્વસ્ત કર્યાના ગણતરીના કલાકોમાં થઈ.આ ઈમારતમાં ધ એસોસિએટેડ પ્રેસ,કતરની ન્યૂઝ એજન્સી (અલ ઝઝીરા) સહિત અનેક મીડિયા સંસ્થાઓની ઓફિસ હતી.ઈઝરાયેલે હુમલાના એક કલાક પહેલા તે ઈમારત પર બોમ્બમારો કરવાની ચેતવણી આપતા લોકોને ત્યાંથી નીકળી જવાની ચેતવણી પણ આપી હતી.

Share Now