
નવી દિલ્હી : કોરોના વાયરસની અસર લોકોના શરીર પર જ નહિ,તેમના મન અને ભાવનાઓ પર પણ પડવા લાગી છે.કોઇ પુત્ર પોતાનો મૃતદેહ લેવાથી ઇનકાર કરી રહ્યો છે તો કોઇ પુત્રી વાયરસના ડરથી દૂર ભાગી રહી છે.ક્યાંક સગાવાળા દૂર રહે છે.અનેક સ્થળોએ તો લોકો તેમના સગાવાળાને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા છે.પરંતુ હજુ પણ થોડાક લોકોમાં માનવતા રહેલી છે.બે વર્ષના બાળકનું કોરોનાને કારણે નિધન થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.તેનું નિધન થતાં પથ્થર દિલ માતા-પિતા આ અભાગા દીકારને રિમ્સમાં ડોક્ટરોના ભરોસે મુકીને ભાગી ગયા હતા.બાળક જીવતું છે કે મરી ગયું તેની ખબર લેવા પણ આવ્યા નહતા.જોકે બાળકના અંતિમ સંસ્કારની ફરજ હોસ્પિટલના વોર્ડ બોયે અદા કરીને માનવતાનું અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અબોધ બાળકને ખબર નહિ હોય કે તેના માતા-પિતા જ તેને વિપરીત સ્થિતિમાં છોડીને જતા રહેશે.તેનો અંતિમ સંસ્કાર એવી વ્યક્તિ કરશે કે જેણે તેણે જીવતા ક્યારેય જોયું ન હતું.