દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર સતત વાકબાણ લગાવી ફીટકાર વરસાવી રહ્યા છે.દેશના પૂર્ણ નાણામંત્રી અને ટીએમસી નેતા યશવંત સિંહાએ કહ્યું કે પ્રધાનમંત્રી નાકામિયાબ રહ્યા છે.તો પત્રકાર રવિશ કુમારે કહ્યું હવે આ દેશમાં કોઈના જીવની કિંમત રહી નથી.
યશવંત સિન્હાએ એકવાર ફરીથી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો
વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હાએ એકવાર ફરીથી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.તેમણે કહ્યું કે જ્યારે વેક્સિન અભિયાન ઠપ થઈ ગયું છે અને ભારતમાં લોકો નિકાસની આલોચના કરી રહ્યા છે.સરકાર અને ભાજપાના પ્રવક્તા એ દાવો કરી રહ્યા છે કે વેક્સિન નિર્યાતનો હિસ્સો લાઈસેન્સિંગ સમજૂતી હેઠળ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે, આ ભાજપાની રણનીતિ છે.જીતનો શ્રેય લેવો છે પરંતુ હારના સમયે પાછા હટી જાય છે.પ્રધાનમંત્રી જે 56ની છાતીની વાત કરતા હતા તે બેનકાબ થઈ ગઈ છે.
આ દેશમાં કોઈના જીવની કંઈ જ કિંમત નથી
આ બાજુ પત્રકાર રવિશ કુમારે પણ કેન્દ્ર સરકાર પર વાર કર્યો છે.તેમણે કહ્યું કે આ દેશમાં કોઈના જીવની કંઈ જ કિંમત નથી.રવિશકુમારે કહ્યું કે, રાજ્ય સભામાં સ્વાસ્થ્યમંત્રી અશ્વિનીચૌબેએ એક લેખિત જવાબ આપ્યો છે.તેમાં જણાવ્યું છે કે બીજા દેશોમાં કોરોનાની ચેન તોડવા માટે વેક્સિન બહાર મોકલાઈ છે.જેથઈ ત્યાં ના લોકો જ્યારે ભારત આવે ત્યારે સંક્રમણ ના ફેલાય. અર્થાત 1 કરોડ વેક્સિન ડોઝ આપીને મોદી સરકાર બીજા દેશોમાં કોરોના સંક્રમણની ચેન તોડવાની ચિંતામાં લાગ્યા છે. હસવું આવી રહ્યું છે.આમ પણ જ્યારે પોલ ખુલી છે તો સરકાર આ વાતની જોરશોરથી કહેવા લાગી કે આટલા બધા ડોઝ નિકાસ નથી કર્યા.
જણાવી દઈએ કે દેશમાં દરરોજ કોરોનાથી હજારો લોકોના મોત થઈ રહ્યા છે.જો કે કેટલાક દિવસોથી સંક્રમણના આંક જરૂર ઘટ્યા છે.કેટલાક દિવસો પછી 3 લાખથી ઓછા કેસ સામે આવ્યા હતા.દેશમાં કોરોના સંક્રમણનો આંક અઢી કરોડને પાર થઈ ગયો છે.