ઈઝરાયેલના દરેક ઘરમાં, દરેક ઠેકાણે હોય છે એક ‘સ્પેશિયલ’ રૂમ, જાણો ક્યારે અને કેવી રીતે થાય છે તેનો ઉપયોગ

207

નવી દિલ્હી : પોતાના ભૂતકાળથી હાલના ઈતિહાસ સુધી જોઈએ તો યહુદીઓએ હંમેશા પોતાના અસ્તિત્વ માટે લડત લડવી પડી છે.અસ્તિત્વની આ લડતને જોતા તેઓ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિઓનો સામનો કરવાના આદિ થઈ ગયા છે અને તેની તેમની રોજબરોજની જિંદગી પર કોઈ અસર પડતી નથી.ઈઝરાયેલે પણ પોતાના નાગરિકોની સુરક્ષા અને રહેણાંક વિસ્તારોની સુરક્ષા માટે એવો ચાકબંધ ઈન્તેજામ કર્યો છે કે હમાસ કે પેલેસ્ટાઈને છોડેલું કોઈ પણ રોકેટ કે મિસાઈલ તેના માટે મોટી પરેશાની ઊભી કરી શકે તેમ નથી.ઈઝરાયેલનું સૌથી મોટું રક્ષા કવચ આયરન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે જે રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે હવામાં જ મિસાઈલો કે રોકેટને ઉડાવી મારે છે.

જેવી કોઈ વિસ્તારમાં હુમલાની સૂચના રડારને મળે છે કે શહેરમાં સાઈરનો વાગવા લાગે છે અને આ સાંભળીને લોકો પોતાના ઘરોમાં બનાવવામાં આવેલા બંકરોમાં દોડી જાય છે જેથી કરીને જો આયરન ડોમને ચકમો આપીને કોઈ મિસાઈલ ઘરના લોકો સુધી પહોંચી પણ જાય તો લોકોને તેના કારણે જાનમાલનું નુકસાન ન ઉઠાવવું પડે.

દરેક જગ્યાએ હોય છે બંકર

ઈઝરાયેલમાં દરેક જગ્યાએ બંકર બનેલા છે.ઘરો ઉપરાંત ઓફિસ,મોલ,રમતના મેદાન,હોટલ,શાળા,કોલેજ,યુનિવર્સિટી દરેક જગ્યાએ બંકર છે.આ બંકરોને ઈઝરાયેલી સેનાની દેખરેખમાં બનાવવામાં આવે છે.જે ડિઝાઈન બંકરની પાસ થાય છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી.

બંકરમાં દરેક પ્રકારની વ્યવસ્થા હોય છે

બંકરમાં પણ ઘરની જેમ જ ટીવી,ફ્રિઝ,સોફા,બેડ વગેરેની વ્યવસ્થા હોય છે.ખબર નહીં કેટલા દિવસ સુધી અંદર રહેવું પડે.કોંક્રીટથી બનેલા આ બંકરમાં એક લોગેન ગેટ લાગેલો હોય છે.આ સાથે જ અંદર એક ઈમરજન્સી એક્ઝિટ પણ હોય છે.વેન્ટિલેશનમાં બુલેટપ્રૂફ કાચ લાગેલો હોય છે.જેના દ્વારા બંકરમાં રહેતા લોકો બહાર જોઈ શકે છે.આ ઉપરાંત બંકરની અંદર કેમિકલ વોરફેર સંબંધિત ચીજો પણ હોય છે.જેમાં બાળકો અને મોટાઓ માટે ગેસ માસ્ક રાખેલા હોય છે.બંકરમાં જે સામાન રાખવાના નિર્દેશ આપેલા હોય તે પ્રમાણે લોકોએ સામાન રાખવાનો હોય છે.

રસ્તાઓ પર બનેલા હોય છે બંકરો માટે સંકેત

રસ્તાઓ અને ઈમારતોમાં બંકરોની સ્થિતિ અંગે સંકેત હોય છે. હવે તો એપ દ્વારા પણ પબ્લિક બંકરની જાણકારી મેળવી શકાય છે.સાયરન સાંભળતા જ બાળકોથી લઈને મોટા, વૃદ્ધો દરેક જ બંકર બાજુ ભાગવાની શરૂઆત કરી દે છે.ઈમરજન્સી સ્થિતિમાં કોઈના પણ ઘરના બંકરમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે.સાયરન બંધ થયા બાદ પંદર મિનિટ સુધી ત્યાં રહેવાનું હોય છે.આ પ્રકારના કડક અનુશાસનના દમ પર ઈઝરાયેલ પોતાના નાગરિકોને સુરક્ષા આપી શકે છે.

અપાર્ટમેન્ટની અંદર બનવા લાગ્યા છે સુરક્ષા રૂમ

મોર્ડન બહુમાળી ઈમારતોમાં પણ લોકો માટે કોંક્રિટ બંકરો બની રહ્યા છે.જેને હિબ્રુમાં મમાદ કહે છે.તેમાં તે રૂમની દીવાલોને 20 થી 30 સેમી મોટી કોંક્રિટથી બનાવવામાં આવે છે.આ રૂમના દરવાજા લોગેથી બનેલા હોય છે તથા બારીઓને પણ કવર કરવા માટે આયર્નની અલગથી પ્લેટ હોય છે.તેમાં જે કાંચ લગાવવામાં આવે છે તે પણ બુલેટપ્રૂફ હોય છે.જે લોકોને બોમ્બ,રોકેટ અને કેમિકલ વેપનના હુમલાથી બચાવે છે.આ રૂમમાં સ્પેશિયલ વેન્ટિલેશનની વ્યવસ્થા હોય છે.જેમાં અલગ ફિલ્ટર પણ હોય છે. અપાર્ટમેન્ટમાં આવા સુરક્ષા બંકર 1992 બાદ બનવા લાગ્યા.

પહેલા જમીનથી ચાર મીટર અંદર હતા બંકર
30થી 40 વર્ષ પહેલા ઘરોમાં ચાર મીટર જમીનની અંતર બંકર બનાવવામાં આવતા હતા.જેની દીવાલો કોંક્રિટની અને દરવાજા લોઢાના રહેતા હતા.તેની અંદર લાઈટ અને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા રહેતી હતી.આ ઉપરાંત દીવાલો એવા રંગથી રંગાતી હતી જે અંધારામાં ઓળખ માટે ચમકતી રહેતી.આવામાં અંધારામાં પણ રૂમમાં લોકોને પરેશાની થતી નહતી.

Share Now