ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની જંગ ખતમ થવાની જગ્યાએ તીવ્ર થતી જાય છે.આ જંગમાં જે પ્રકારે લેબનાનની એન્ટ્રી થઈ છે,તેને વિશ્વ યુદ્ધની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.લેબનાન તરફથી ઇઝરાયલ પર બુધવારે ચાર રોકેટ દાગવામમાં આવ્યા.જેના જવાબમાં ઇઝરાયલે પણ હવાઈ હુમલો કર્યો.ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે લેબનાને ચાર રોકેટ ઉત્તર તરફના ઇઝરાયલમાં દાગ્યા હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યો,બે સમુદ્રમાં પડ્યા અને એકને હવામાં નાશ કરી દેવામાં આવ્યો.
હુમલામાં આતંકાવાદીઓનો હાથ?
ઇઝરાયલ પર થયેલા રોકેટ હુમલાને લેબનાનમાં સક્રિય આતંકવાદીઓ દ્વારા અંજામ આપવાની વાત સામે આવી રહી છે.સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ રોકેટ દક્ષિણના કાલયાલેહ ગામથી દાગવામાં આવ્યા હતા.આ દરમિયાન ઓછામાં ચાર રોકેટ લેબનાન વિસ્તારમાં પણ પડ્યા છે.લેબનાન તરફથી થયેલા હુમલાએ એક તરફ ઇઝરાયલની મુશ્કેલી વધારી છે,જ્યારે આ વાતની પણ સંભાવના વધી ગઈ છે કે બંને દેશો વચ્ચેની આ જંગ વ્યાપક રૂપ ધારણ કરી શકે છે.
આવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે
લેબનાનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લા ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇન પર કરવામાં આવેલા હુમલા અને અમેરિકાના ઇઝરાયલ સમર્થક રૂખથી ખૂબ જ નારાજ છે.કહેવામાં આવી રહ્યુ છે કે તેણે જ રોકેટ હુમલાને અંજામ આપ્યો હશે અને તે આગળ પણ આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે.એવામાં જો લેબનાન સરકાર હિઝબુલ્લા પર લગામ નહીં લગાવે,તો ઇઝરાયલને મોટું પગલું લેવુ પડશે અને સંભવ છે કે અમેરિકા તેમાં તેનું સમર્થન કરશે.આ સ્થિતિમમાં તુર્કી સહિત તમામ મુસ્લિમ દેશ એકસાથે ઇઝરાયલ વિરુદ્ધ મોરચો ખોલી શકે છે.તુર્કી સતત રશિયાને તેની સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
પેલેસ્ટાઇન પર હુમલો જારી
આ વચ્ચે ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.સેનાએ જણાવ્યું કે હમાસ શાસિત વિસ્તાર તરફથી સતત રોકેટ હુમલાને જોતા તેણે દક્ષિણમાં ઉગ્રવાદીઓને ઠેકાણાને નિશાન બનાવ્યું.હુમલામાં 40 સભ્યોવાળા અલ-અસ્તલ પરિવારનું ઘર પણ તબાહ થયું.જ્યારે હમાસના અલ-અક્સા રેડિયોએ જણાવ્યું કે ગાજા સિટી પર થયેલા હુમલામાં તેના એક સંવાદદાતાનું મૃત્યુ થયુ છે.