સુરત : શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા.મહત્વની વાત તો એ પણ છે કે જો હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભેલી દેખાશે.
અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને મેમો આપતી નજરે પડતી હતી.પણ હવે સુરત ટ્રાફિક જવાનો ચાર રસ્તા પર સ્વાઈપ મશીન લઈને ઉભેલા દેખાશે.આ માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે.