
આ વીડિયો જોઈને કેટલાય લોકો ભાવૂક થઈ ગયા હતા ! હકીકતમાં જોઈએ તો, બુધવારના રોજ આ ઘટના ઘટી છે.જેમાં એક છોકરો પ્લાસ્ટિકની ખાલી બોટલને પોતાની કમરે બાંધીને સમુદ્રને પાર કરવાની કોશિશ કરી હતી.તે કિનારા સુધી પહોંચવા માટે ભારે મથામણ કરી,રાડો પાડવા લાગ્યો,બૂમો પાડી,રડવા લાગ્યો.તેની લાચારી તેના ચહેરા પર સ્પષ્ટ તરી આવતી હતી.કહેવાય છે કે, આ પ્રવાસી છોકરો સ્પેન-મોરક્કો સરહદેથી તરતા સ્પેનના ઉત્તરી આફ્રિકી વિસ્તાર સેઉટા પહોંચી ગયો હતો.
દરિયો તો પાર કરી લીધો,પણ દેશમાં પ્રવેશ કરતા જ સૈનિકોએ અટકાવ્યો
જોઈ શકાય છે કે, જ્યારે આ છોકરો પાણીમાંથી નિકળીને ત્યાં રહેલી સામેની દિવાલ કૂદીને શહેરમાં પ્રવેશવાની કોશિશ કરે છે,ત્યારે ત્યાં હાજર સ્પેનિશ સૈનિકો તેની ધરપકડ કરે છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ છોકરો કહી રહ્યો છે કે,તે મોરક્કો પાછા જવાને બદલે મરવાનુ પસંદ કરશે.જણાવી દઈએ કે, આ બાળક એ 8 હજાર પ્રવાસીઓમાનો એક છે, જે મોરક્કો છોડીને સેઉટા આવી ગયા હતા.
છોકરડાની હિંમત
યુવકને સાથે લઈ જનારા સ્પેનિશ સૈનિક રશીદ મોહમ્મદ અલ મેસાઉઈએ જણાવ્યુ હતું કે, તે કહી રહ્યો હતો કે, તે પાછો જવા નથી માગતો.મોરક્કોમાં તેનુ કોઈ નથી. તેને કોઈ ચિંતા નથી કે,ઠંડીના કારણે મરી જશે,તે મરવાનું પસંદ કરશે,પણ મોરક્કો પાછો નહીં જાય.જવાને આગળ કહ્યુ કે, મેં ક્યારેય આટલા નાના છોકરાને આવુ કહેતા નથી સાંભળ્યો.
સંબંધો ખરાબ થવા પાછળનું કારણ
આપને જણાવી દઈએ કે, 17 મેના રોજ મોરક્કોએ પોતાની સરહદ પર નિયંત્રણમાં ઢીલાશ આપી સરહદ પાર કરવા ઈચ્છુક લોકોના મોકાનો ફાયદો ઉઠાવ્યો.પણ સેઉટા પહોંચતા સ્પેનિશ સૈનિકોએ તેમની ધરપકડ કરી.હકીકતમાં જોઈએ તો,મોરક્કોમાં રહેતા શરણાર્થીઓને સ્પેન તેમના નાગરિકનો દરજ્જો આપતા નથી.ફક્ત નિરાધાર બાળકોની જ સરકાર દેખરેખ કરી શકે છે.વાત જાણે એમ છે કે, મોરક્કોના એક બળવાખોર નેતાને સ્પેનની એક હોસ્પિટલમાં સારવારની મંજૂરી મળ્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે.